ગ્રામ્ય વિસ્તારમાં સમી સાંજે ઠંડા પવન ફુંકાતા ઠંડીમાં વધારો, વરસાદી માવઠાની શકયતા વચ્ચે ખેડૂતોના જીવ પડીકે બંધાયા

બ્રિજેશ ગૌસ્વામી
અરબી સમુદ્રમાં લો પ્રેશર સીસ્ટમ સર્જાતા સિહોર સહિત તાલુકામાં અચાનક વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે આજરોજ બપોર પછી વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડા પવનો લહેરાયા હતા.જેને લઈ ઠંડીના પ્રમાણમાં એકાએક વધારો જોવા મળ્યો હતો. હાલ લગ્ન સીઝન પણ પુરબહારમાં ચાલી રહી છે.ત્યારે વાદળછાયુ વાતાવરણ રહેતાં અને વરસાદની આગાહીને લઈ લગ્નના આયોજકોમાં ચિંતા ફેલાઈ હતી. જયારે ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે.લો પ્રેશર સીસ્ટમ સર્જાતાં હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો છે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો સુસવાટા ભર્યા શરૃ થતાં ઠંડીમાં એકાએક વધારો થયો હતો કમોસમી માવઠું થયા બાદ ફરીથી આકાશમાં વરસાદી વાદળો છવાતાં ખેડૂતોમાં માવઠું થવાની ભીંતી સેવાઈ રહી છે વાદળછાયુ વાતાવરણ છવાતાં અને વરસાદની આગાહીને લઈ હાલ પૂરજોશમાં ચાલી રહેલી લગ્ન સીઝનમાં પણ વિક્ષેપ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.ઠંડા પવનોને લઈ એકાએક ઠંડીનો ચમકારો વધતાં શહેરીજનોને સ્વેટર,ટોપી,સ્કાફ પહેરવાની ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here