સિહોર ની એલ.ડી.મુનિ શાળામાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હરિશ પવાર
સિહોરની શ્રી એલ. ડી. મુનિ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિવિધ કોર્સમાં એડમિશન અને એ કોર્સમાં નોકરીની તકો વિશે પારુલ યુનિવર્સીટી દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમમાં પારુલ યુનિવર્સીટીના તજજ્ઞો દ્વારા પ્રોજેક્ટરની મદદથી વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ અંગે માર્ગદર્શન અપાયું.

સાથે શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે મળતી વિવિધ સ્કોલરશિપ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ઉત્સાહ અને જીજ્ઞાશાથી કાર્યક્રમમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here