ફરી એકવાર વેડિંગ પ્લાનિંગ મેનેજમેન્ટ સાથે જોડાયેલા ધંધાર્થીઓને અસર, સારા મુહૂર્ત હોવા છતાં લોકોની મર્યાદા ઓછી કરાતા ધામધૂમથી લગ્નો કરવાના ઈચ્છુકોએ નિર્ણય લેવા મજબૂર

બ્રિજેશ ગોસ્વામી
સિહોર : કોવિડના નિયમોમાં સરકારે ફેરફાર કરતા છેલ્લા બે દિવસથી લગ્નો કેન્સલ થવાની શરૂઆત થઈ ગઈ છે જેના કારણે વેડીંગ પ્લાનીંંગ મેેનેજમેન્ટ સાથે જોડાયેલા ધંધાર્થીઓને ફરી આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. ૧૫ જાન્યુઆરીથી સારા મુહુર્ત શરૂ થતાં જ અનેક લગ્નો યોજાવાના હતા પરંતુ ફરી એ જ નિરસતા જોવા મળશે સરકારે લગ્નોમાં ૪૦૦ના બદલે ૧૫૦ મહેમાનોની સંખ્યા કરી નાખતા ધામધુમથી લગ્નો કરવા માંગતા પરીવારોએ લગ્ન જ રદ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે જેના કારણે અગાઉથી બુકીંગ કેન્સલ થવાની શરૂઆત થઈ ચુકી છે.

છેલ્લા ૨ વર્ષથી કોવિડ નિયમોના કારણે લગ્નો ન કરી શકનારા અનેક યુગલોએ આ સિઝનમાં આયોજન કર્યું હતું.પરંતુ ફરી એ જ સ્થિતિ ઉભી થઈ ગઈ છે જેથી લોકોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે બીજી તરફ આર્થિક રીતે ધંધાર્થીઓને મોટી ખોટનો સામનો કરવામા આવી રહ્યો છે મંડપ અને ડેકોરેશન સર્વિસ, હોટલ, પાર્ટી પ્લોટ, કેટરીંગ, ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ, ફુલોવાળા,  ડ્રેસ ભાડે આપનારા દુકાનદારો,વેડીંગ આઉટફીટ સાથે જોડાયેલા ધંધાર્થી, ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સહિતના અનેક ધંધાર્થીઓના ધંધાને અસર પડશે. સેંકડો લગ્નો કેન્સલ થતાં વેડીંગ પ્લાનીંગ ઈન્ડસ્ટ્રીઝને કરોડોનું નુકસાન થશે. કમુરતા ઉતરવાની રાહ જોતા ભુજની બજારના વેપારીઓને પણ નિરસતા સાંપડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here