જુદી-જુદી પ્રજાતિના અસંખ્ય પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા, જયશ્રી કૃષ્ણ જીવદયા પ્રેમી સેવા સમિતિ, ફોરેસ્ટ વિભાગનું કરુણા અભિયાન, તેમજ નવજીવન નેચરલ કલબની સુંદર કામગીરી

દેવરાજ બુધેલિયા
સિહોર શહેરમાં મકરસંક્રાંતિના પર્વના દિવસે ઉત્સવપ્રેમી જનતાએ પતંગ ઉડાવીને મકરસંક્રાંતિનું પર્વ ઉજવ્યું હતું પણ અબોલ પક્ષીઓ માટે મકરસંક્રાંતિ નો દિવસ કષ્ટદાયક નિવડયો હતો. જેમાં જુદી-જુદી પ્રજાતિના અસંખ્ય પક્ષીઓ ઘાયલ થયા છે સિહોર શહેરમાં મકરસંક્રાંતિ ને લઈને તેમ જ ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, ઉપરાંત જયશ્રી કૃષ્ણ જીવદયા પ્રેમી સેવા સમિતિ, અને નવજીવન નેચરલ કલબ દ્વારા પક્ષીઓને બચાવવા માટેનું કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેરના જુદા જુદા સ્થળો પર પક્ષીઓની સારવાર માટેના ટેન્ટ ઉભા કરી દેવાયા હતા. જેના અનુસંધાને છેલ્લા બે દિવસ દરમિયાન અસંખ્ય ઘાયલ પક્ષીઓ સારવાર કરાવવા માટે આવ્યા હતા.

જુદા જુદા સ્થળ પર હાજર રહેલી ટીમ દ્વારા તમામ પક્ષીઓને જરૂરી સારવાર આપી દેવામાં આવી છે, અને તેઓને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ પક્ષીઓની સારવાર કરીને જીવ દયા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પતંગ ની મજા નિર્દોષ પક્ષીઓને ઇજા પોહચાડે તો તેને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી શકાય તેવા શુભહેતું સર જયશ્રી કૃષ્ણ જીવદયા પ્રેમી સેવા સમિતિ, ફોરેસ્ટ વિભાગનું કરુણા અભિયાન, તેમજ નવજીવન નેચરલ કલબ દ્વારા જીવદયાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ સ્થળોએ સ્ટોલ નાખી જે જગ્યા એ પક્ષી ઇજા પામે તેને યુદ્ધના ધોરણે સારવાર પુરી પાડવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here