સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા રણજીતસિંહ મોરીનું ફુલહાર મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરાયું.


સલિમ બરફવાળા
સિહોર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજમાં રહેલ રણજીતસિંહ મોરીએ થોડા દિવસ પહેલા સરકાર દ્વારા મામલતદાર માટેની ખાતાકીય પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમાંકે પાસ થઈ તેઓની મામલતદાર તરીકે નિયુક્તિ થઈ છે ખૂબ સરળ સ્વભાવના રણજીતસિંહ મોરી સમગ્ર ગુજરાતમાં ચોથા ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે ત્યારે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ દ્વારા તેમની આ સિદ્ધિ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું. રણજીતસિંહ મોરી એ સિહોરમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી એક સાચા કર્મનિષ્ઠ અધિકારી તરીકે સારી એવી લોકચાહના છે.

તેમની કામગીરી ને બિરદાવવા તેમ જ ભવિષ્યમાં પણ આવી જ રીતે નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ અદા કરી વધુ ને વધુ પ્રગતિ કરી સમાજનું નામ રોશન કરે એવી શુભકામનાઓ સાથે આજરોજ તેમના વતન વડિયા ગામે સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંઘ ના સભ્યો, ગામના આગેવાનો તથા યુવાનો ની ઉપસ્થિતિમાં રણજીતસિંહ મોરીને શાલ ઓઢાડી, મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કારકિર્દી માંથી અન્ય યુવાનો પણ પ્રેરણા લઇ આગળ આવે એવી શુભ ભાવના યુવા સંઘ દ્વારા વ્યક્ત કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here