સિહોરના ટોડા ભડલી વસાહત પાસે કચેરાના ઢગલામાં આગ, ફાયર વિભાગ દોડી ગયું
હરેશ પવાર
સિહોરના ગુંદાણા ટોડા ભડલી વિસ્તારમાં કચરાના ઢગલામાં આગની ઘટના બની હતી જેમાં સિહોર ફાયર વિભાગ દોડી જઈને આગને કાબુમાં લીધી હતી સિહોર નગરપાલિકા તમામ વોર્ડ વિસ્તારનો એકઠો થતો કચરો ટોડા ભડલી વિસ્તારમાં ઠલવાઇ છે જે કચરાઓના ઢગલામાં સમી સાંજે આગ લાગતા સિહોર ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચુડાસમા સહિત દોડી જઇ આગને પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.