ઉતરાયણના તહેવારમાં દાનના મહત્વને લઈને સિહોરના શહેરીજનોએ વહાવી સેવાની સરવાણી

 

બ્રિજેશ ગૌસ્વામી
ઉતરાયણના પર્વમાં દાનનું વિશેષ મહત્વ હોવાથી સિહોરવાસીઓએ દાનની સરવાણી વહાવી હતી. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોની સેવા કરવાની સાથે ગરીબ બાળકોને નાસ્તો કરાવવાથી લઈને ગાયોની સેવા માટે વડલા ચોકમાં ગૌ શાળા તેમજ સંસ્થાઓ દ્વારા ફાળો ઉઘરાવવા માટે મંડપો બાંધવામાં આવ્યાં હતા. જેમાં સવારથી જ દાન લખાવવા માટે લોકો ઉમટી રહ્યા હતા.

જ્યારે સિહોર ફોરેસ્ટ વિભાગ દ્વારા ગરીબ બાળકોને શીંગ તલના લાડવા શીંગપાક તલપાક તેમજ ચિક્કીનો નાસ્તો ગરીબ બાળકોને કરાવીને ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સેવાભાવી લોકો દ્વારા ગાયોને ઘાસચારો તેમજ ખોળનું દાન કરવામાં આવ્યું હતું સાથે જ વર્ષ દરમિયાન ગાયો તેમજ ગરીબોની સેવા કરી શકાય તે માટે ફાળો લખવા માટે મંડપ બાંધીને દાન સ્વિકારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દાન સ્વિકારવા માટે મંડપો બાંધવામાં આવ્યાં હતા રોકડ તેમજ ચીજવસ્તુંઓનું દાન સ્વીકારમાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here