અધિકારીઓ ચોક્કસ વ્યક્તિને મળી ગ્રાન્ટ ફાળવે છે, અમુક ગામોમાં પંદર લાખ ફાળવ્યા અમુક ગામોમાં બે લાખ કરતા પણ ઓછા અમૂકનો સમાવેશ નથી કરાયો, બોરડી સહિત અન્ય ગામોને પણ અન્યાય થશે તો રોડ પર ઉતરી જશું : સિહોર તાલુકા પંચાયત કરણસિંહ મોરી

બ્રિજેશ ગોસ્વામી
સિહોર તાલુકામાં સુજલામ સુફલામ યોજનામાં વિવાદનો મઘપુડો છેડાયો છે તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા કરણસિંહ મોરી મેદાને પડ્યા છે અને આંદોલન માટેની ચીમકી કરણસિંહે ઉચ્ચારી છે કરણસિંહનું કહેવું છે કે હાલમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિહોર તાલુકામાં યોજનાના કામોની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવેલ જેમાં અધિકારીઓ દ્વારા ચોક્કસ પ્રકારના લોકો સાથે મળીને કામની વહેચણી કરવામાં આવે છે અમુક ગામમાં ૧૫ લાખનું સુધીનું કામ ફાળવવામાં આવેલ અને અમુક ગામોમાં બે લાખ કરતા પણ ઓછું અને અમુક ગામોનો સમાવેશ પણ કરવામાં આવેલ નથી.

આ બાબતની ગંભીર નોંધ લઇ કોઈપણ ગામને અન્યાય ન થાય અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઇ તમામ ગામો ને ન્યાય મળે તે માટેના પગલાં ભરવા માંગણી કરી છે કરણસિંહે વધુમાં કહ્યું કે આ તબક્કે મારા વિસ્તારના સિહોર તાલુકા ના બોરડી ગામમાં એક પણ કામ ની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવેલ નથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ભેગા મળી આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા માટે ચોક્કસ પ્રકારના ગામો માં ગ્રાન્ટ ફાળવી ને મોટા પાયે ભષ્ટ્રાચાર કરવા માટે ગ્રાન્ટ ફાળવી ને કામો નક્કી કરવામાં આવેલ છે આ તબક્કે બોરડી ગામ નો સમાવેશ કરી ન્યાય આપવા અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેના માટે જવાબદાર સરકાર રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here