સિહોરના ઢૂંઢસર અને પાલીતાણાના શખ્સને ચોરીના ત્રણ મોટર સાઇકલ સાથે ઝડપી પાડતી એલસીબી

દેવરાજ બુધેલિયા
મૂળ સિહોરના ઢૂંઢસર અને હાલ જસપરા ખેત મજૂરી કરતો દિનેશ મકવાણા અને પાલીતાણાનો ભાવેશ ડાબી બન્ને ત્રણ ચોરાવ મોટર સાઇકલ સાથે એલસીબીના હાથે ઝડપાયા છે એલસીબી ટીમ સ્ટાફના જયદાનભાઇ, હરેશભાઇ ઉલવા, બીજલભાઇ કરમટીયા, શક્તિસિહ સરવૈયા, હરીચન્દ્રસિંહ વિગેરે ગઈકાલે પાલીતાણા આજુબાજુ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે કોઈ શખ્સે જસપરા ગામે રહેણાંકી મકાનના ફળિયામાં ત્રણ ચોરીના મોટર રાખ્યા છે મળેલી બાતમીના આધારે તપાસ કરતા પૂર્વ બાતમી મુજબ પોલીસને બાઇકો મળી આવ્યા હતા.

તપાસ કરતા દિનેશ મકવાણા નામના શખ્સનું મકાન હોવાનું ખુલ્યું હતું મકાનના ફળિયામાંથી મળેલા બાઇકોના પોલીસે કાગળો માંગતા દીનેશે પોતાના પાસે નહિ હોવાનું જણાવતા પોલીસે સઘન પૂછપરછ કરતા તેઓએ પાલીતાણાના ભાવેશ ડાભી પાસેથી ત્રણેય લીધા હોવાનું કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં ભાવેશ ડાભી સુધી પોહચી હતી અને તેને પણ ઝડપી પૂછપરછ કરતા ભાવેશે ત્રણેય બાઇકો ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી એલસીબી પોલીસે ત્રણ બાઇકો અને બે શખ્સોને ઝડપી ધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here