સિહોરના યુવા વેપારી તારક પાઠકે પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી : આશ્રમ ખાતે ગાયોને ઘાસચારો નાખી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો

મિલન કુવાડિયા
હાલના સમયમાં યુવાનો પોતાના જન્મ દિવસે દેખાદેખી કરીને ખોટા ખર્ચાઓ કરતા હોય છે પરંતુ સિહોરના યુવા વેપારી તારક પાઠકે યુવાનોમાં દાન અને મદદની ભાવના કેળવાઈ અને તેમને પ્રેરણા મળે તે હેતુ અને સેવાભાવથી જન્મ દિવસની ઉજવણી કરી ઉત્તમ દાખલો નવયુવાનો અને આવનાર પેઢીને પૂરો પાડ્યો છે આજના વર્તમાન સમયમાં અનેક યુવાનો પોતાની સંસ્કૃતિની મર્યાદા ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાગલ બની ગયા છે.જોકે પોતાના જન્મદિવસની વાત આવે એટલે સારાં કપડાં પહેરવાં કે સારૂ ખાવાનું એ તો ઠીક છે પરંતુ એનાથી પણ બે ડગલાં આગળ વધીને એ નિમિત્તે કેક કાપવામાં આવે છે.

મોંઘી હોટલમાં મિત્રોને ભોજન કરાવવું કે પછી અન્ય રીતે ઉજવણીમાં ભાન ભુલવામાં આવતું હોય છે પરંતુ સિહોરના યુવા વેપારી તારક પાઠકે એક નવો જ પ્રેરણાદાયી ચિલો ચિતરવાનો પ્રયાસ હાથ ધર્યો છે જેમણે સિહોર નજીક આવેલ ગાંધારી આશ્રમ ખાતે ગાયોને ઘાસચારો અને ખાળખોળ નાખીને પ્રેરણાદાયી ઉજવણી કરી છે આ ઉજવણી પ્રસંગે તારક જણાવે છે કે ખોટા ખર્ચ કરવા યોગ્ય નથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ જો ઉજવણી કરવી હોય તો જન્મ દિવસના દિવસે ભગવાનનાં દર્શન માતા પિતા અને પરિવારના વડીલોના આશીર્વાદ મેળવાના અને મૂંગા પશુ માલઢોર સાથે જરૂરિયાત મંદને મદદરૂપ બનીને તેમના આશીર્વાદ મેળવવાથી જીવન ધન્ય બને છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here