જય શ્રીરામ’નાં નાદ સાથે સિહોર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમીની ઉજવણી

હરિશ પવાર
સિહોર ખાતે ગઈકાલે ચૈત્ર માસની નવમ તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં પ્રાગટય દિવસ ‘રામનવમી’ની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાકાળનાં કપરા બે વર્ષ બાદ થયેલી રામનવમીની ઉજવણીનાં કારણે લોકોનો ઉત્સાહ આસમાનને આંબી ગયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં તો કાળઝાળ તડકામાં પણ ગામે-ગામ વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી અને ભાવિકોએ પણ ઉલ્લાસભેર જોડાઈને ‘જય શ્રીરામ’નાં નારા લગાવ્યા હતા. આ સાથે દરેક રામમંદિર અને હનુમાનજીનાં મંદિરોએ દર્શન-પુજન માટે ભાવિકોની ભીડ જામી હતી.

જ્યાં મહાઆરતી, અન્નકૂટ,  રામનામ સંકિર્તન, ધુન-ભજન, બટુક ભોજન, મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો આખ્ખો દિવસ ચાલતા રહ્યા હતા ત્યારે સિહોરના વડલા ચોકમાં વિશ્વ હિંદુપરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન રામ લક્ષમણ અને સીતાજી રૂપે બેસાડેલા બાળકો આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતાં અને આબેહૂબ ભગવાન રામ સીતાજી અને લક્ષમણજી ના દર્શન નો લ્હાવો આમ જનતાને મળ્યો હતો સેંકડો ભાવિકોએ ધર્મલાભ લઈને ધન્યતા અનુભવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here