માઈભક્તો ઉમટ્યા

માતાજીનું ભવ્ય સામૈયું, થાંભલી રોપણ, થાંભલી વધાવવાના કાર્યક્રમમાં હજારો ભકતો જોડાયા; મહાઆરતી અને ડાક ડમરુમાં હજારોની ભીડ, મહાપ્રસાદનો લાભ લોકોએ લીધો

દેવરાજ બુધેલિયા
સિહોરના ખાડિયા ચોકમાં આવેલ બાવળવાળા મેલડી માતાજીનો નવરંગ માંડવા ની રંગેચંગે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગત તા. ૯-૪-૨૨ ને શનિવારે એકદિવસીય નવરંગ માંડવાનું આયોજન રેલવે ફાટક ગ્રુપ યુવક મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના માંડવામાં ઠેરઠેર થી માઇભક્તો દર્શનનો લાભ લેવા આવી પહોંચ્યા હતા. આ નવરંગ માંડવામાં રાવળદેવ કલાકારો દ્વારા માતાજીના ગરબાઓ અને પરચારો અને પ્રસંગો ની રુવાડા ઉભી કરે તેવી વાતો કરી હતી.

બહોળી સંખ્યામાં ભાવિકભક્તો એ આ નવરંગ માંડવાનો લાભ લીધો હતો સવારથી જ થાંભલી રોપવાનું મુહુર્ત ત્યારબાદ માતાજીનું સામૈયું અને થાંભલી વધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.સાંજના સમયે માતાજીના રૂડા માંડવા નિમિતે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હજારોની સંખ્યામાં ભકતજનોએ મહાપ્રસાદનો લાહવો ઉઠાવ્યો હતો. ઉપરાંત ભવ્ય ડાયરામાં પણ ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here