ભગવાન મહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મ કલ્‍યાણકની જૈનો દ્વારા ભાવભેર ઉજવણી : શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો યોજાયા : દેરાસરો-ઉપાશ્રયોમાં ઠેર-ઠેર ધાર્મિક કાર્યક્રમો

હરિશ પવાર
આજરોજ પ્રભુમહાવિર સ્‍વામીના ૨૬૨૦માં જન્‍મકલ્‍યાણક પ્રસંગે સિહોર સાથે જિલ્લા જૈન સમાજ દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી સિહોર જૈન સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રાની શરૂઆત સિહોર મોટાચોક દેરાસર ખાતેથી પૂજ્ય સ્વામીના આર્શીવચન અને માંગલીક સાથે થઇ હતી આ પ્રસંગે જૈન સમાજના લોકો મોટી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવીકાઓ જોડાયા હતા યાત્રામાં વિવિધ ફલોટ્‍સ દ્વારા પ્રભુજીનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. પ્રભુજીના રથને શ્રાવકો દ્વારા પુજાના કપડા પહેરી ખેંચવામાં આવ્‍યો હતો.

આજે પ્રભુ મહાવિર જન્‍મકલ્‍યાણક પ્રસંગે સિહોર સાથે જિલ્લા અને સમગ્ર સૌરાષ્‍ટ્રના નાના-મોટા શહેરોમાં પ્રભુવિરની રથયાત્રા, ધર્મસભા, પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બેન્‍ડની સુરાવલી અને ગરબાની રમઝટ સાથે જૈનો મહાવિરમય બન્‍યા હતા અને ભાવિકોએ સવારે દ્વારા પ્રભુના દર્શન-વંદનનો લાભ લીધો હતો. પૂજ્ય ગુરૂભગવંતોના પ્રવચનોમાં પણ પ્રભુ મહાવીરનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. કોરોનાના કપરાકાળમાં બે વર્ષ બાદ નિયમોમાં છુટછાટ મળતા ભાવિકો જિનભકિતમાં લીન બન્‍યા છે. બાળકોથી લઇ મોટી ઉંમરના શ્રાવક-શ્રાવીકો ધર્મ આરધનાની હેલી સર્જી રહ્યા છે. દેરાસરો-ઉપાશ્રયોમાં ઠેર-ઠેર ધાર્મિક અનુષ્‍ઠાનો યોજાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here