સીતારામ ફાર્મ હાઉસ ખાતે મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય, વિક્રમભાઈ નકુમને સિહોર સાથે ઉમરાળા અને વલ્લભીપુરની પણ જવાબદારી સોંપવામાં આવી, સાથે પી.કે.મોરડીયા, અમિતભાઈ લવતુકા ધર્મેન્દ્ર પટેલની વરણી, બેઠકમાં આવનાર વર્ષની કામગીરી અંગે આયોજન અને ચર્ચા-વિચારણા કરવામાં આવી ; છાત્ર શિક્ષણ સાથે શાળા સંચાલકોને સંગઠીત કરવા નવા હોદેદારોનો કોલ

મિલન કુવાડિયા
સિહોરના સીતારામ ફાર્મ હાઉસ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક મળી હતી જેમાં ભાવનગર સાથે સિહોર ઉમરાળા વલ્લભીપુર વિસ્તારના હોદ્દેદારો હાજર રહ્યા હતા બેઠક ભાવનગર સ્વનિર્ભર સ્કૂલના ચેરમેન ભરતસિંહ ગોહિલ, અવિનાશભાઈ પટેલ, મનહરભાઈ રાઠોડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આવનારા વર્ષની કામગીરીના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ તેમા ઉપલબ્‍ધ વૈશ્વિક કન્‍ટેન્‍ટનો ઉપયોગ કરી તેમનો અભ્‍યાસ સુનિશ્વિત કરી શકે તથા પરીક્ષાનો ભય દુર કરી શકે તે અંગે માર્ગદર્શન માટે બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો જેની ચર્ચાઓ ખાસ કરવામાં આવી હતી સાથે નવી શિક્ષણનીતિ માટે બેઠકમાં ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી બેઠકમાં લાંબી ચર્ચા વિચારણા બાદ

સિહોર ઉમરાળા વલ્લભીપુરના ચેરમેન તરીકે વિક્રમભાઈ નકુમની વરણી કરતા સૌ તાલીઓના ગડગડાટથી વરણીને વધાવી લીધી હતી સાથે પી.કે.મોરડીયા, અમિતભાઈ લવતુકા ધર્મેન્દ્ર પટેલને પણ મુખ્ય જવાબદારીઓ સર્વાનુમતે સોંપવામાં આવી છે ત્યારે બેઠકના અંતે છાત્ર શિક્ષણ સાથે શાળા સંચાલકોને સંગઠીત કરવા નવા હોદેદારોએ કોલ આપ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here