ગુજરાત કોંગ્રેસના સહમંત્રી અને સિહોરના જયરાજસિંહ મોરીએ પોતાના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી
દેવરાજ બુધેલીયા
મૂળ વરતેજ ગામના અને હાલ સિહોર ખાતે રહેતા યુવા જયરાજસિંહ મોરીનો આજે જન્મ દિવસ હતો જયરાજસિંહ મોરી ખૂબ હોશિયાર વાંચક વિચારક અને અભ્યાસુ યુવાન નાની ઉંમરે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરીને પ્રથમ કોંગ્રેસના આઇટીસેલ ડિપારમેન્ટ ત્યાર બાદ જિલ્લા યુવા કોંગ્રેસ અને હાલ પ્રદેશના સહમંત્રી તરીકે જવાબદારી જયરાજસિંહ નિભાવી રહ્યા છે ખૂબ જ સરળ સ્વભાવના જયરાજસિંહ મોરી યુવાનો માટે પ્રેરણાદાયી બન્યા છે આજે તેઓનો જન્મ દિવસ હતો મોટી સંખ્યામાં શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી છે.
આજે પોતાના જન્મ દિવસે માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરી સિહોર શહેરની ૨ અને ઘાંઘળી કેન્દ્રાવર્તીની ૮ એમ કુલ ૧૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં મેડિકલ ફર્સ્ટ એઈડ કીટ આપીને સ્વસ્થતાના નવતર અભિગમ સાથે પોતાનો જન્મ દિવસ સરકારી શાળાઓના નાના ભૂલકાઓ સાથે ઉજવ્યો હતો અને સાથે મિત્રો માટે માળી પાર્ટી પ્લોટ ખાતે ઓળા રોટલા સાથે પાર્ટીનું આયોજન કરાયું છે.