બન્ને સમી સાંજની ઘટના, બન્ને ઘટનામાં ઇકો કારને અકસ્માત નડ્યો, જીથરી નજીક ઇકો કાર વિજપોલ સાથે અથડાઈ, અને ઘોડીઢાળ પાસે ઇકો કાર પલ્ટી મારી
હરિશ પવાર
સિહોર નજીક સાંજના સમયે અકસ્માતની બે ઘટનાઓ બની છે જેમાં મહિલા સહિત ત્રણ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે પ્રથમ બનાવની વિગત એવી છે કે સિહોર તાલુકાના અમરગઢ ગામે ઇકો કાર ચાલક ઢસા થી ભાવનગર તરફ દવાખાનાના કામે જઈ રહયા હતા તે વેળાએ અચાનક રોડ વચાળે ગાય આડી ઉતરતા ગાય ને બચવા જતા ઇકો ચાલક સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રોડ પર લાગેલ વીજપોલ સાથે ધડાકાભેર ઇકો કાર અથડાઈ હતી જોકે બનાવમાં સદનસીબે અન્ય કોઈ જાનહાની થઈ ન હતી જ્યારે બીજો અકસ્માતનો બનાવ ઘોડીઢાળ પાસે બન્યો હતો.
ઉમરાળાના ટીબી ગામનાં માલધારી પરિવાર કે જેઓ તળાજા તાલુકાના કુંઢેલી ગામે પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ઢળતી સાંજે પાલીતાણા સોનગઢ રોડ ઘોડીઢાળ નજીક કોઈ કારણોસર ઇકો કાર પલ્ટી જે બનાવમાં મહિલા સહિત ત્રણ જેટલા લોકોને નાની મોટી ઇજા થઇ હતી બનાવને પગલે 108 મારફત ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત તમામની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું