સિહોર ખાતે આરોગ્ય મેળો યોજાયો, વિક્રમભાઈ નકુમ, ભરતસિંહની ઉપસ્થિતિમાં ટાઉનહોલ ખાતે આરોગ્ય મેળાનું આયોજન

હરિશ પવાર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થભાર બનાવવાના આહવાનના ભાગરૂપે ગુજરાતમાં ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી કેમ્પ યોજીને લોકોમાં આરોગ્યસેવાઓ અને સુવિધાઓ સંદર્ભે જનજાગૃતિ વધે તે આશયથી જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હેલ્થમેળામાં એક જ સ્થળથી આરોગ્યસેવાઓ અને જુદી-જુદી આરોગ્યવિષયક યોજનાઓના લાભ મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સિહોર ટાઉન ખાતે આરોગ્ય મેળો યોજાયો હતો જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (આયુષ્યમાન) કાર્ડ સાથે જુદા જુદા પ્રકારના ચેપી અને બિન ચેપી રોગ સંદર્ભે અટકાયતી પગલાથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ વેળાએ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે સરકાર સક્રિય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના તમામ લોકો નિરોગી રહે તો સ્વસ્થ ભારત નિર્માણ થાય એ માટેના ઉમદા આશયને છેવાડાના સામાન્ય ગરીબ માણસ માટે રૂ પાંચ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સેવા આયુષ્માન કાર્ડ દ્વારા અમલી બનાવી છે સરકાર પ્રજાની ચિંતા કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here