સિહોરના પ્રતિષ્ઠિત વ્યક્તિ હરીશભાઈ વોરાની પ્રથમ પુણ્યતિથિએ છાશ વિતરણ

મિલન કુવાડિયા
કાળઝાળ ગરમીમાં રાજમાર્ગ પર પોતાના કામસર નીકળતા લોકોને રાહત રહે તે શુભ આશય સિહોરના પ્રતિષ્ઠિત પરિવાર આર જે વોરાના દીકરા હરીશભાઈ વોરાની પ્રથમ પુણ્યતિથિએ વોરા પરિવાર દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું સિહોરના જાણીતા આર જે વોરા પરિવારના દિકરા હરીશભાઈની આજે પ્રથમ પુણ્યતિથિ હતી જે નિમિત્તે સિહોરની મેઇન બજાર શાકમાર્કેટ ખાતે વિનામૂલ્યે છાશ કેન્દ્ર ખોલવામાં આવ્યુ હતું.

જેમાં માર્ગ પરથી પસાર થતા લોકો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અહીં હેડલીભાઈ શાહ, મિલનભાઈ બારૈયા, મેહુલભાઈ ભરવાડ, વગેરે યુવાનો હાજર રહી ભારે જહેમત ઉઠાવી લોકોને ઠંડી છાસ વિતરણ કર્યું હતું કાળઝાળ ગરમી ભારેખમ તડકાના કારણે છાશ વિતરણથી માર્ગ પર પસાર થતા લોકોને રાહત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here