ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે થયેલ ફરીયાદ તાકિદે રદ્દ કરો ; જયભીમના નારા સાથે સિહોરના હાઇવે પર દેખાવો ; પોલીસને આવેદન રજુઆત
માવજી સરવૈયાએ કહ્યું જીજ્ઞેશભાઇએ એવું તો શું કર્યું કે આસામ પોલીસને તેમની સામે ગુન્હો દાખલ કરવો પડયો આવતા દિવસોમાં જલદ કાર્યક્રમો સાથે સમગ્ર સમાજ સાથે રોડ પર ઉતરી જશું
હરિશ પવાર
ધારાસભ્ય અને દલિત સમાજના યુવા નેતા જીગ્નેશની આસામ પોલીસ દ્વારા ધરપકડના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જે સંદર્ભે આજે સિહોરમાં પણ જીગ્નેશના સમર્થનમાં દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ આગેવાનો રોડ પર ઉતરી આવ્યા હતા જયભીમના નારા સાથે ભાવનગર રાજકોટ રોડ પર આગેવાનો બેસી જીગ્નેશને મુક્ત કરવાની માંગ સાથે ખોટી દ્વેશ પુર્ણ ફરીયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી અહીં દલિત આગેવાન માવજી સરવૈયાએ જણાવ્યા હતું કે જીગ્નેશભાઇ મેવાણીએ એવું તો શું કર્યું હતું .
તેમની સામે આવી કલમો હેઠળ ગુન્હો દાખલ કરવાનું જનુન કોકરાઝાર પોલીસ સ્ટેશને ચડયું’ આસામ પોલીસની દ્રષ્ટીએ જીગ્નેશ મેવાણીએ મહાભયંકર ગુન્હો કર્યો હતો. તેમણે ટવીટ કર્યું હતું કે, વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે, એમણે ગુજરાતના સાંપ્રદાયીક દંગાઓની સામે શાંતી અને સદભાવનાની અપીલ કરવી જોઇએ.જો જીગ્નેશ મેવાણીને તાત્કાલીક ધોરણે તેમની સામે ફરીયાદ દાખલ થયેલ છે.
તે રદ કરી તાત્કાલીક આસામથી ગુજરાત પરત મોકલવામાં નહીં આવે તો આવતા દિવસોમાં સમગ્ર સમાજ સાથે રોડ પર ઉતરી જશું સાથે કોંગ્રેસના જયદીપસિંહે કહ્યું હતું કે જીગ્નેશભાઈ મેવાણીનું મોરલ તોડવા અને ઉત્સાહ તોડવા ખોટા કેસ થયા છે. 19 તારીખે ફરિયાદ બાદ 20મીએ પોલીસ અમદાવાદ પહોંચી ગઈ હતી. એકમાં જામીન મળ્યા બાદ બીજા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અહીં ભાજપે ખોટી જગ્યાએ હાથ નાંખ્યો છે કાર્યક્રમો વેળાએ પોલીસમાં આવેદન આપી રજુઆતો કરવામાં આવી હતી.
અહીં માવજી સરવૈયા, હર્ષદભાઇ બાંભણીયા, અશોકભાઈ ગીલાતર, ડી પી રાઠોડ, શિવાલાલ સોલંકી, જયદીપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાની, ધીરૂભાઈ રબારી, દલિત સમાજના આગેવાન પરેશ બાજક, ઈશાભાઇ નમસા, લલિત ચૌહાણ, દિપકભાઈ રાઠોડ, દેવાભાઈ રાવજકા, સોહિલ વાઘેલા, બળવંત બૌદ્ધ, ચિરાગભાઈ વાઢેર, શાંતિભાઈ વાઢેર, દિનેશભાઈ રાવજકા, કાનજીભાઈ રાવજકા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા