મહાપ્રભુજીના 545 માં પ્રાગટ્ય મહોત્સવને લઈ સિહોર કંસારા સમાજનો મહાપ્રસાદ યોજાયો

હરિશ પવાર
સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ દ્વારા આયોજીત પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૫મા પ્રાગટ્ય મહોત્સવ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. શ્રી ઠાકોરજી ના દર્શન નો લહાવો વૈષ્ણવ સંપ્રદાયજનોએ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. રાજભોગ દર્શન પછી સિહોર વીઠલદાસ રતનશી ભાઈ પરિવાર ની પરંપરા જાળવી રાખી હોય તેમ સિહોર શ્રી મારું કંસારા સમાજ સિહોર સમાજ ને ૩૪ મી વખત જ્ઞાતિ મહાપ્રસાદ લેવડાવ્યા હોય સમાજ માટે દેશદેશાવર માં આ પ્રથમ કિસ્સો અને વિક્રમી હશે, ત્યારે આ પરિવાર ના વૈષ્ણવ કંસારા કિશોરચંદ્ર હરગોવિંદદાસ દ્વારા સિહોર શ્રી મારું કંસારા વૈષ્ણવો ને મહાપ્રસાદ લેવડાવ્યા હતા.

અહીં વિશેષમાં જ્ઞાતિને હરહંમેશ ટેકો આપનાર દાતાઓ કિશોરભાઈ કંસારા,કુસુમબેન કંસારા,પરાગભાઈ કંસારા અને હીમાંશુભાઈ કંસારાનું જ્ઞાતિના પ્રમુખ અને કારોબારી મંડળ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા મંડળ દ્વારા મહાપ્રભુજી ના પાટોત્સવ અંતર્ગત શ્રીનાથજી ઝાંખી,યમુનાસ્ટક, ધ્રોળ,કીર્તન,સત્સંગ નો લાભ લીધો હતો, આ સાથે દાતા પરિવાર ના પરાગભાઇ ,હિમાંશુભાઈ કંસારા એ જણાવેલ કે સમાજ ને કોઈ પણ સેવા માટે નું કામકાજ હોય તો ગમેત્યારે ફોન કરજો અને સમાજ માં બાપ છે અને સમાજ ના ઋણી છીએ તેમજ મારું કંસારા સમાજ માં જન્મ થવો અને કંસારા વીઠલદાસ રતનશી પરિવાર તરીકે અમે ગર્વ અનુભવીએ છીએ. અહીં પ્રાગટય મહોત્સવમાં જ્ઞાતિના સર્વલોકો આસ્થાભેર જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો. જ્ઞાતિના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here