સમાન કામ,સમાન વેતન સહિતનાં પ્રશ્ને મનરેગા કર્મીઓ ફરી મેદાનમાં ; મનરેગા કર્મચારીઓનાં પ્રશ્નોને કોઈ સાંભળતુ નથી ; મળવાપાત્ર હક – લાભોથી વર્ષોથી વંચિત ; કર્મીઓમાં ભભુકતો રોષ

મિલન કુવાડિયા
સિહોર સાથે જિલ્લાના તાલુકા મથકો પર મનરેગા કરાર આધારિત કામ કરતા કર્મીઓને છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે તેઓને થતા અન્યાય સામે અગાઉ પણ હડતાલ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું ત્યારે આજે ફરી મનરેગા કર્મીઓએ.કરાર આધારીત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી, સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શીત કર્યું છે.

સિહોર સાથે વલ્લભીપુર, ગારીયાધાર, મહુવા, પાલીતાણા, તળાજા, જેસર સહિત તાલુકામાં મનરેગાના શાખામાં કરાર આધારીત કર્મીઓ સેવાઓ આપી રહ્યાં છે.

આ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી તેઓને મળવાપાત્ર હક્કથી વંચીત હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કરાર આધારીત કર્મચારીઓ સરકારની મનરેગા યોજના, ગ્રામ વિકાસની અનેક વિધ યોજનાઓમાં નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે.

ત્યારે કરાર આધારીત આ કર્મચારીઓને સમાન કામ મુજબ સમાન વેતન આપવું, પગાર વધારો, નોકરીની સુરક્ષા, નિયમિત નિમણુંક આપવી, આઉટ સોર્સિંગ પ્રથા સદંતર નાબુદ કરવા, કાયમી મેહકમ માં સમાવી કાયમી કરવા, બિન જરૂરી બદલી કરવી વગેરે સહિતના પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા તેમનો વિકાસ રૂંધાઈ રહ્યા છે

ત્યારે આજે સિહોરની સાથે જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું આગામી દિવસોમાં વ્યાજબી માંગણી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here