સિહોરના વોર્ડ 5 ગોપાલ નગર વિસ્તારના લોકોનું અલ્ટીમેટમ ; દુષિત પાણીનો ઉકેલ નહિ તો સોમવારે નગરપાલિકાનો ઘેરાવ

વોર્ડ 5 મહિલા કોલેજ રોડ ગોપાલ નગરના લોકોએ “દી” ઉગ્યામાં શંખનાદનો સંપર્ક કર્યો ; ગંદું અને દુષિત પાણી આવે છે ; પીવા લાયક પાણી આવતું નથી ; ૧૫/૧૫ સુધી પાણી મળતું નથી ; ના છૂટકે વેચાતું પાણી મંગાવવું પડે છે ; સોમવાર સુધીમાં કોઈ નિવાડો નહિ તો નગરપાલિકા ઘેરાવ ; દુર્ગંધ પાણી વિતરણથી પ્રજા ત્રાસી ગઈ ; શાશકો કે વહીવટ કર્તાઓનું પેટનું પાણી હલતું નથી

હરિશ પવાર
સિહોરના નગરજનોની કમનસીબી કયો કે પછી કઠણાઈ લોકો શુદ્ધ અને સમયસર પાણી માટે વર્ષોથી બુમ-બરાડા પાડે છે પરંતુ શાસકો ધોર નિંદ્રામાં પોઢી ગયા હોય તેવું લાગે છે પ્રજાની મુશ્કેલી કે અવાજ શાશકોના આંખ કે કાન સુધી પોહચતો નથી સિહોરના લોકો જાણે અઢારમી સદીમાં જીવતા હોઈ તેવું મહેસુસ કરી રહ્યા છે રોડ રસ્તા નળ ગટર ખાસ પાણીના મુદ્દે સિહોરના લોકો વર્ષોથી પોકાર કરે છે પણ કોણ જાણે બહેરા કાને જનતાનો અવાજ સંભળાતો નથી.

પણ હવે જનતા જાગૃત થઈ છે અને સિહોરના વોર્ડ 5 ગોપાલ નગર વિસ્તારના લોકોએ અલ્ટીમેટમ આપ્યું છે અને નગરપાલિકા ઘેરાવની ચીમકી ઉચ્ચારી છે આજે સવારે “દી” ઉગ્યામાં સિહોરના વોર્ડ 5 જગદીશ્વરાનંદ સોસાયટી નજીક આવેલ મહિલા કોલેજ રોડ ગોપાલ નગર વિસ્તારના લોકોએ શંખનાદનો સંપર્ક કર્યો છે અહીં આશરે ૪૦ થી ૪૫ રહીશો વસવાટ કરે છે સ્થાનિકો લોકોનું કહેવું છે કે છેલ્લા ૧૫ દિવસ થી પીવાનું પાણી આવ્યું નથી જ્યારે પાણી આવે છે.

ત્યારે સ્લો અને લોપ્રેશરથી પાણી મળે છે ઇલેક્ટ્રિક મોટર મુકવાથી પાણી પૂરતું આવતું નથી સ્થાનિકો વધુમાં જણાવે છે કે ગટરનું ગંદુ દુષિત પાણી આવે છે જે પીવાલાયક આવતું નથી લોકોએ ઘરે ઘરે શંખનાદને લઈ જઈ નળ ખોલી જણાવેલ કે બાજુના વિસ્તારમાં પુષ્કળ પાણી આવે છે એટલું વેડફાટ પણ થાય છે અને અમને એક ટીપુ પાણી મળતું નથી અમારે ના છૂટકે વેચાતા પાણી ટાંકા મંગાવવા પડે છે.

આવી પરિસ્થિતિ જોતા સતાધીશો શું નીતિ અપનાવી રહ્યા છે તે સમજાતું નથી એક ને ખોળ અને એક ને ગોળ એક જ સોસાયટીમાં પાણી વારો છે અને અન્ય વિસ્તારો માં પાણી પુષ્કળ પ્રમાણ માં આવે છે..તો ગોપાલ નગર માં કેમ નહિ ..આ શહેર કરતાં ગામડું સારું….ગામડા કરતા હાલ બેહાલ આ સોસાયટીના રહીશોની છે જો અમને પીવાનું પાણી નહિ મળે તો સોમવારે પાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન સાથે ઘેરાવ કરવાની ચીમકી અહીંના લોકોએ ઉચ્ચારી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here