આજે બપોર બાદ તંત્રનો કાફલો સાધન સામગ્રી લઈ કંસારા બજાર જર્જરિત મકાન સ્થળે પોહચ્યો ; નગરસેવક ભરત રાઠોડ અને કિરણભાઈ ઘેલડા પણ સ્થળ પર હાજર રહ્યા, તંત્રએ જર્જરિત ઇમારત હટાવવાની કામગીરી શરૂ કરતા લોકોને હાશકારો થયો
હરિશ પવાર
સિહોર કંસારા બજાર વિસ્તારમાં અતિચર્ચિત બનેલ જર્જરિત બિલ્ડીંગને આખરે તંત્રએ હટાવવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક લોકોને હાશકારો થયો છે સિહોર વોર્ડ નં૬ કંસારા બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી એક જર્જરિત મકાનને હટાવવા માટે સ્થાનિકોએ માંગ કરી અનેક રજુઆત અને વિવાદો વચ્ચે ઘણા દિવસ સુધી આ મામલો ચર્ચામાં રહ્યો ત્યારે આજે સિહોર નગરપાલિકા તંત્રએ જર્જરિત ઇમારત હટાવવાની કામગીરી શરૂ હતી.
આજે બપોર બાદ નગરપાલિકા તંત્ર અને અધિકારીનો કાફલો સાધન સામગ્રી સાથે કંસારા બજાર જર્જરિત મકાન સ્થળે પોહચ્યો હતો અને જર્જરિત બિલ્ડીંગ લને ઉતારવાની કામગીરી શરૂ કરી અહીં નગરસેવક ભરત રાઠોડ અને કિરણભાઈ ઘેલડા પણ સ્થળ પર સતત હાજર રહ્યા હતા તંત્રએ જર્જરિત ઇમારત હટાવવાની કામગીરી શરૂ કરતા લોકોને રાહતની લાગણી થઈ છે.