સિહોરના છેવાડાના વિસ્તારમાં કાનૂની શિબિર યોજાઈ
બ્રિજેશ ગોસ્વામી
સિહોર ખાતે આજરોજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારો ની અંદર કાનૂની સેવા સમિતિ દ્વારા શિબિર યોજાઇ હતી શહેરના નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ૮માં આવેલ સુખનાથ મહાદેવના મંદિર પાસે આવેલ રામનગર રામદેવપીર મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ શિબિર યોજાઇ હતી.
જેમાં ૫૦થી વધુ લોકો આ શિબિરમાં હાજરી આપી હતી અહીં તાલુકા કાનૂની સેવા સમિતિના માર્ગદર્શક આનંદ રાણા તેમજ દેવરાજ બુધેલીયા વગેરે ઉપસ્થિત રહી લોકોને કાનૂની સેવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ.