સિહોર માધવનગર ૨ ના બાળકોએ કચરામાં પડેલી પતંગ અને દોરાનો નાશ કર્યો, પર્યાવરણને બચાવવા યુવાનોનું અભિયાન પક્ષીઓ દોરામાં ભરાવાથી ઘાયલ થવાનો ભય

હરેશ પવાર
સિહોર શહેરના રેસ્ટ હાઉસ સામે માધવનગર ૨ વિસ્તારના ગ્રીન આર્મી ગ્રૂપના બાળકોએ પ્લાસ્ટીક દોરી અને પતંગથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત ઉત્તરાયણનો તહેવાર પત્યા બાદ વિસ્તારમાં ઠેર ઠેર કચરામાં પડેલી પતંગો તેમજ દોરી એકઠી કરી તેનો યોગ્ય રીતે નાશ કર્યો હતો. ઉત્તરાયણ બાદ પણ ઠેર ઠેર વૃક્ષોમાં અને વીજળીના તારમાં રહેલી દોરીમાં ફસાતા પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે. આથી બાળકોએ પક્ષીઓ અને પર્યાવરણને બચાવવા ઉત્તરાયણ પર્વ પુરૂ થયા બાદ બીજા દિવસે સફાઇ અભિયાન આરંભ્યું હતું. જેમાં વિસ્તારની દરેક ગલીમાં પડેલા દોરીની ગુંચો તેમજ ફાટેલી પતંગનો કચરો એકઠો કર્યો હતો.

આ ઉપરાંત વૃક્ષો અને વીજળીના વાયરોમાં રહેલી દોરીઓ તથા પતંગો ભેગા કરી તેનો નાશ કરી પર્યાવરણને નુકશાન થતું અટકાવવાનો પ્રયાસ કર્યો હતો ઉતરાયણમાં પતંગ ચગાવ્યા બાદ ગુંચવાયેલા દોરા અને ફાટેલ પતંગનો યોગ્ય નિકાલ કરવાને બદલે છત, ધાબા કે રસ્તાઓ પર ફેંકી દેવામાં આવે છે. આ રીતે ફેંકી દેવાયેલા પતંગ અને દોરાથી પશુપક્ષી સહિત અન્યના જીવને જોખમ ઉભું થાય છે. પતંગ ચગાવીને રોડ અને રસ્તાઓ પર વેસ્ટ પડેલી દોરીને એકઠી કરી નવા વાડજના આ યુવાનોએ ઉત્તરાયણ બાદ કર્યુ એવું કામ જેની ચોમેરથી થઈ રહી છે પ્રશંસા બાળકો દ્વારા કરવામાં આવેલ ભગીરથ કાર્ય તમને જાણીને ચોક્કસ આનંદ થશે. હોળીમાં પતંગ હોમેલા તમે જોયા હશે.

હોળીમાં પતંગ હોમવા પાછળનું કોઈ ધાર્મિક કારણ નથી ત્યારે આજે આ સિહોરના બાળકોએ વાસી ઉત્તરાયણ બાદ ખુલ્લામાં, સોસાયટીઓમાં અને રોડ પર પડેલી પતંગ-દોરીને એકઠી કરી હોળી પ્રગટાવી હતી.જેમાં એકઠા કરાયેલ દોરી-પતંગોનો નાશ કરાયો હતો.જેની ચોમેરથી પ્રશંસા થઈ હતી અમારા સહયોગી હરેશ પવારનું કહેવું છે કે દિવસે દિવસે નમાલી થતી જતી નવી જનરેશન મોબાઈલ નામનો ભાણિયો રમાડવાની ધૂનમાં જે પતંગો ઉડાડી શકતી નથી તે બધા જ પતંગોને રોડ પર ફેકી દેવામાં આવે છે અથવા ફાટેલા-તુટેલા પતંગોને રોડ પર કે ખુલ્લામાં ફેકી દેવામાં આવે છે.જેના કારણે રોડ પર ઠેરઠેર પતંગ-દોરીના ઢગેઢગ જોવા મળે છે.દોરીના કારણે ઉત્તરાયણ બાદ પણ પશુ-પંખીઓને ઈજાઓના અસંખ્ય બનાવો બને છે અને પતંગોને કારણે અનેક જગ્યાએ કચરાના ઢગલાઓ જેવું દેખાય છે ત્યારે બાળકોના આ ભગીરથ કાર્યને સૌ કોઈએ બિરદાવી પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here