યુવા યુગ પરિવર્તન સંગઠન, યુવા યુગ પરિવાર ટ્રષ્ટ, સહયોગી સંસ્થા સિહોર એજ્યુકેશન સોસાયટી અને સિહોર JCI દ્વારા આયોજિત એક માસ સુધી આ કેમ્પ ચાલનાર છે
હરિશ પવાર
સમગ્ર ગુજરાતમાં યુવતીઓ અને મહિલાઓ સાથે અવારનવાર છેડતી અને બળજબરીની ઘટના બનતી અટકાવવા અને આવી ઘટનાઓ સમયે મહિલાઓ સ્વરક્ષણ કરી શકે તે માટે યુવતીઓ તેમજ મહિલાઓને કરાટેની તાલીમ આપવા સિહોર ખાતે યુવા યુગ પરિવર્તન સંગઠન, યુવા યુગ પરિવાર ટ્રષ્ટ, તેમજ સહયોગી સંસ્થા સિહોર એજ્યુકેશન સોસાયટી અને સિહોર જેસીઆઈ દ્વારા કરાટે કેમ્પના આયોજનમાં 60 થી વધુ બહેનો તાલીમ લઈ રહી છે.
યુવતીઓ અને મહિલાઓ સાથે બળજબરીની ઘટના અટકાવવા કેમ્પનું થયું છે જે એકમાસ સુધી ચાલનાર છે અહીં 6 વર્ષ ઉપરની દિકરીથી લઇ મહિલાઓને વિવિધ પ્રકારના દાવની તાલીમ આપવામાં આવી રહી છે સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસનો ચકચારી બનાવ બાદ સમગ્ર રાજ્યમાં દિકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થયાં છે રાજ્યમાં અવારનવાર યુવતીઓ અને મહિલાઓ સાથે છેડછાડ તેમજ બળજબરીના બનાવો બનતા હોય છે.
ત્યારે આવા બનાવો સમયે યુવતીઓ તેમજ મહિલાઓ બચાવ માટે કોઇના પર નિર્ભર ન રહે અને જાતે જ પોતાનો બચાવ કરી શકે તે માટે સિહોર શહેરમાં યુવા યુગ પરિવર્તન સંગઠન, યુવા યુગ પરિવાર ટ્રષ્ટ, સહયોગી સંસ્થા સિહોર એજ્યુકેશન સોસાયટી અને સિહોર JCI દ્વારા છ વર્ષથી ઉપરની બાળકી યુવતીઓ તેમજ મહિલાઓ માટે એક માસ માટે કરાટે તાલીમ કેમ્પનું આયોજન કરાયું છે.
આ કેમ્પમાં કરાટે કોચ દ્વારા યુવતીઓ અને મહિલાઓને કરાટેના વિવિધ પ્રકારના દાવની તાલીમ આપવામાં અપાઈ રહી છે જેથી કોઈ બળજબરી કરે તો યુવતીઓ કે મહિલાઓ પ્રતિકાર કરી જાતે જ તેમનો બચાવ કરી શકે. આ કેમ્પમાં સિહોરની 60 થી વધુ યુવતીઓ મહિલાઓ ભાગ લઈ રહી છે આ કેમ્પની ૧૫/૫ થી શરૂઆત થઈ છે જે એક માસ સુધી ચાલશે