બે દિવસ પહેલા જે જે મહેતા ગર્લ્સ સ્કૂલના પૂર્વ આચાર્ય પારસબેન જોષીએ એજ્યુકેશન સોસાયટીના ટ્રષ્ટીઓને બરતરફ કર્યાની વાત સાથે સંસ્થાની હાલતની ચિંતા વ્યક્ત કરી હતી તેમજ આર્થિક વહિવટો સામે પણ આક્ષેપો કર્યા હતા

જોકે આજે સંસ્થાના અશ્વિનભાઈ ગોરડીયાએ મીડિયા સામેને કહ્યું કે તદ્દન પાયાવિહોળી વાતો છે, વહીવટી પ્રક્રિયાના રિપોર્ટ નામંજૂર કરવાનો મામલો છે જેમાં વહીવટી પ્રક્રિયાઓમાં ટ્રષ્ટીઓને બરફતરફ કરવાને કઈ લાગતું વળગતું નથી

શંખનાદ કાર્યાલય
સિહોરની નામાંકિત સંસ્થા ધ એજ્યુકેશન સોસાયટીના ટ્રષ્ટીઓને બરફતરફ કર્યા હોવાના આક્ષેપોનું ખંડન થયું છે બે દિવસ પહેલા સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે જે મહેતા ગર્લ્સ સ્કૂલના પૂર્વ આચાર્ય પારસબેન જોષીએ એજ્યુકેશન સોસાયટીના સંચાલકો ટ્રષ્ટીઓને ચેરિટી કમિશનરે સંસ્થાના ટ્રષ્ટી તરીકે બરફતરફ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જે સંદર્ભે આજે સિહોર એજ્યુકેશન સોસાયટીના ટ્રષ્ટી વહીવટી કર્તા અશ્વિનભાઈ ગોરડિયા મીડિયા સામે આવીને વાતનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું.સમગ્ર મામલો વહીવટી પ્રક્રિયાના રિપોર્ટ નામંજૂર કરવાનો છે જેમાં વહીવટી પ્રક્રિયાઓમાં ટ્રષ્ટીઓને બરફતરફ કરવાને કઈ લાગતું વળગતું નથી વધુમાં તેઓએ શહેરીજનોને સંદેશો આપીને કહ્યું હતું કે ખોટી વાતોમાં ભરમાશો નહિ સિહોર એજ્યુકેશન સોસાયટી અને જે જે મહેતા ગર્લ સ્કૂલના પૂર્વ આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલે અને સમગ્ર મામલો કેસ કાગળો અને કોર્ટ સુધી પોહચેલો છે.

જે સંદર્ભે બે દિવસ પહેલા પારસબેન જોષીએ મીડિયા સામે આવીને કહ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે સંસ્થાને પોતાના ટ્રષ્ટી ગણાવીને વહીવટ ચલાવતા લોકો સામે છેલ્લા ઘણા વર્ષોથી કાયદાકીય સંઘર્ષ ચાલે છે.ત્યારે તા ૧૦/૬/૨૦૨૨ ના રોજ ચેરિટી કમિશનરે સંસ્થાના ટ્રષ્ટીઓની કાયદેસરતા સંપૂર્ણ રદ કરી દીધી છે જ્યારે અન્ય આર્થિક બાબતોમાં પણ સંસ્થાના વહીવટ સામે આક્ષેપો કર્યા હતા બીજી બાજુ આજે સિહોર એજ્યુકેશન સોસાયટીના વહીવટ કર્તા અશ્વિનભાઈ ગોરડીયા મીડિયા સામે આવી સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો સમગ્ર વિવાદ પર સ્પષ્ટતા કરી હતી તેઓએ કહ્યું કે સંપૂર્ણ બંધારણના નિયમો પ્રમાણે સંસ્થા ચાલે છે સંસ્થાનો રિપોર્ટ નામંજૂર થયેલ છે જેમાં સંસ્થાના વહીવટમાં કોઈ ફેર પડતો નથી આ એક કાયદાકીય પ્રક્રિયા છે.

શહેરના લોકો બરોબર સમજે બીજી બાજુ આર્થિક બાબતોમાં જે રીતે આક્ષેપો થયા છે.તેમાં પણ એક સ્પષ્ટતા કરવી છે કે સંસ્થાના જે ટ્રષ્ટીઓ છે આ એમણે પણ જરૂર પડી ત્યારે દાન આપેલા છે હાલ લાખ્ખો રૂપિયાઓની ફીઓ ઉઘરાવાય છે જેની વચ્ચે અહીં માત્ર ૬૦૦ રૂપિયામાં વિધાર્થીઓને આખું વર્ષ અભ્યાસ કરાવાય છે અને હમણાં જ ધો ૧૦/૧૨ નું પરિણામ આવ્યું તે પણ ઉચ્ચ આવ્યું છે હાલ સંસ્થાની ૧૦૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ સંસ્થાનો વહીવટ કેવો છે એ શહેરનો પ્રત્યેક વ્યક્તિ જાણે છે સમજે છે જેથી મારે વિશેષ કેવાની જરૂર નથી તેવું અશ્વિનભાઈ ગોરડીયાએ જણાવીને પૂર્વ આચાર્યએ કરેલા આક્ષેપો સામે પોતાની વાત મીડિયા સામે રજૂ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here