બીજી તરફ થયેલા નવા રોડની માટી અને આડશો પણ હટાવી લેવાઈ ; વિવાદિત રોડ કોન્ટ્રાકટરના ખર્ચે ફરી બનાવાયો ; અગાઉ બનેલા રોડ બાદ થોડા સમયમાં રોડની હાલત ખરાબ થઈ હતી
હરિશ પવાર
સિહોર શહેરમાં ટોક ઓફ ટાઉન ભારે ચર્ચાનો વિષય બનેલા વડલાચોક થી ભીલવાડા સુધીના નવા બનેલા રોડે સ્થાનિક રાજકારણમાં ભારે ધમાસણ મચાવ્યા બાદ પ્રમુખના આદેશ થી કોન્ટ્રાકટરે પોતાના સ્વ ખર્ચે ફરી રોડને બનાવ્યો છે અને બન્ને સાઈડનું કામ પૂર્ણ થયું છે જેથી લોકોમાં રાહતની લાગણી થઈ છે શહેરના વડલાચોક થી ભીલવાડા સુધીમાં લાખ્ખોના ખર્ચે નવો રોડ બનાવાયો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને હલકી કક્ષાનુ ભષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો હતો જેથી થોડા જ સમયમાં રોડ રસ્તાની હાલત ખરાબ થઈ છે વિપક્ષની સાથે સ્થાનિકો દ્વારા પણ રોષની લાગણી જન્મી હતી બાદમાં રોડને લઈ સ્થાનિક રાજકારણમાં ધમાસણ મચ્યું હતું વિપક્ષ અને કોંગ્રેસ સમગ્ર મામલે મેદાને પડી સમગ્ર વાતને ઉજાગર કરી હતી.
બાદમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ દ્વારા સ્થળ મુલાકાત કરી રૂબરૂ થયા હતા જેઓની મુલાકાત બાદ સ્થળ પરથી રોડને કોન્ટ્રાકટરના સ્વ ખર્ચે ફરી બનાવી આપવાના આદેશ કર્યા હતા ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ફરી બન્ને બાજુ રોડનું કામ ફરી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક મળી હતી જેમાં સામાજીક કાર્યકર અને પત્રકાર હરીશ પવારે વડલાચોક થી ભીલવાડા સુધીમાં કામ પૂર્ણ થયા બાદ સમય વિતી ગયા છતાં ત્યાં માટી હટાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જે માટી અને આડશો કોન્ટ્રાકટર દ્વારા આજે હટાવી લેવાઈ છે.