ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થા દ્વારા આયોજિત મરજીહોલ ખાતે કાર્યક્રમનું આયોજન ; 37 જેટલા ઉદ્યોગ સાહસિકો તાલીમ મેળવી
હરિશ પવાર
સિહોરના મરજીહોલ ખાતે ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ યોજાયો હતો ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થા ભાવનગર અને સિહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ., સિહોરના યજમાન પદે આયોજિત આજે બુધવારે મરજીહોલ ખાતે કાર્યક્રમનું આયોજન થયેલ અહીં સિહોર ચેમ્બર પ્રમુખ નીતિનભાઈ મેહતા ,
ચેમ્બર ના સેક્રેટરી મુકેશભાઈ વોરા, સિહોર લાયન્સ ક્લબના પ્રમુખ જયેશભાઇ ધોળકિયા, ભાવેશભાઈ વોરા, જેસીસ પ્રમુખ સમીરભાઈ બેલીમની ઉપસ્થિતિમાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો કાર્યક્રમ દરમિયાન સિનિયર ટ્રેનિંગ ઓફિસર વિમાલભાઈ તેમજ કોર્ડિંનેટર ઇમરાનભાઈ ચાવડાએ ભાવનગર થી આવી બિઝનેસનું માર્ગદર્શન તેમજ આયોજન ને લીલીજંડી આપી હતી દેશમાં ઉઘોગ સાહસિક યુવાનોની ખૂબ જરૂર છે.
આ ઉઘોગ સાહસિકતામાં અગ્રેસર છે તાલીમમાં ઉઘોગ શરૂ કરવા માટે શું કરવું અને ઉઘોગમાં સફળ કેવી રીતે થઇ શકે તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ અન્ય પરિબળો વિશે પણ ખૂબ જ વિસ્તૃત સમજ વિષય તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી અહીં 37 થી વધુ સાહસિક ઉદ્યોગ માટે ભાઈઓ બહેનો ટ્રેનીંગ માટે ઉપસ્થિતિ રહ્યા હતા