આવતીકાલે પોલિયો દિવસ, સિહોર અર્બન હેલ્થના તમામ સેન્ટરોમાં કાર્યક્રમ
હરેશ પવાર
સિહોર ખાતે પોલિયો દિવસે તમામ સેન્ટરો પર આવતીકાલે કાર્યક્રમ યોજશે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીયો નાબુદી કાર્યક્રમ આવતીકાલે સમગ્ર રાજ્ય સાથે જિલ્લા અને સિહોર ખાતેના અર્બન હેલ્થના તમામ સેન્ટરો પર યોજાશે પોલિયા નાબુદી હટાવ ઝુંબેશ સાથે સિહોર અર્બન હેલ્થ સેન્ટર ખાતે થી ર્ડો.પૂજાબા ગોહિલ દ્વારા જાહેર અપીલ પણ કરવામાં આવી છે ત્રણ દિવસના પોલિયો નાબુદી ઝુંબેશ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સેન્ટરના ૩૩ બુથ સાથે બીજા અને ત્રીજા દિવસે બસ સ્ટેન્ડ. રેલવેસ્ટેશન, ટાણા ચોકડી, સહિત વિસ્તારમાં કાર્યરત થશે.
આ સાથે સાથે દરેક વોર્ડ. સોસાયટી.શેરી મહોલ્લો તેમજ સલ્મ વસતા હોય તેઓ ના ઘરે ઘરે ફરી પોલિયો રસી બાળકો ને પીવડાવવામાં બાકી રહ્યા હોય ત્યાં આ ૩ દિવસીય અભિયાન હાથ ધરાશે જેમાં ૦ થી ૫ વર્ષ ના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવીને આપના બાળકોને સુરક્ષિત અને નિરોગી બનાવી દરેક પરિવારજનો આરોગ્ય સેવામાં ફાળો આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.