સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રમોત્સવ યોજાયો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અંગ્રેજી/ ગુજરાતી માધ્યમ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવ ૨૦૨૦ નું આયોજન થયું જેમાં ધોરણ ૧ થી ૧૦ ના બાળકોને અલગ અલગ રમતો રમાડવામાં આવી જેમા લીંબુ ચમચી ૧૦૦ મીટર દોડ ,સ્ટોન કીપીગ,રીંગણ શોધ, બુક બેલેન્સ, સંગીત ખુરશી, નદી કીનારો વર્તુળ નો રાજા, દોરડા કૂદ, વગેરે અલગ-અલગ રમતો રમાડી આમાં બાળકોને પ્રથમ અને દ્વિતીય નંબર આપવામાં આવેલ.

જે પ્રથમ અને દ્વિતીય નંબર આવેલ બાળકોને ૨૬ મી જાન્યુઆરીના દિવસે આમંત્રિત મહેમાનો ના હસ્તે પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવશે આ રમતોત્સવ ઉત્સવ બાળકોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે હેતુથી કરવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ.પુ સ્વામી શ્રી ભગવત સ્વરુપ દાસજી, આચાર્યશ્રી હાર્દિકભાઈ દવે તથા સમગ્ર શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here