વિધાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને વેચાણ કઈ રીતે કરવુ તેનું જ્ઞાન આપવામાં આવ્યું, ફેસ્ટિવલનો બાળકોએ ઉત્સાહપૂર્વક આનંદ લીધો
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે આજે શનિવારનાં રોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ – ૬ થી ૮ નાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ. તેમા અલગ –અલગ પ્રકારની વાનગીનું આયોજન થયું જેવી કે સેવ ખમણ વિથ સલાડ, પાણી-પુરી, દિલ્લી ચાટ,અને પાઉં ગાંઠીયા, રગડા પુરી, ભુંગળા – બટેટા, સમોસા વગેરે જેવી વિવિધ અનેક વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ ફૂડ ફેસ્ટીવલનાં આયોજનને કારણે વિદ્યાર્થીઓ સ્વયમ પાક બનાવતા શિખ્યા તેમજ કઈ રીતે તેનાં વેચાણ માટેનું આયોજન કરવું તે વિષય પર ખુબ જ જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજુભાઈ દેસાઈ, ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી બાબુભાઈ પવાસીયા, ટ્રસ્ટીશ્રી અશોકભાઈ ઉલવા, ટ્રસ્ટી/સંચાલકશ્રી પી.કે.મોરડીયા સાહેબ તેમજ શાળા પરીવારનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ આ ફૂડ ફેસ્ટીવલનો ભારે ઉત્સાહપુર્વક આનંદ સાથે માણ્યો હતો. જેમાં બાળકોને પણ ખુબ જ આનંદ આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં સંચાલકશ્રી, આચાર્યશ્રી, ઇ.આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી તેમજ સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઊઠાવી હતી.