સૌની યોજનાની લાઈનના રૂટમાં આંશિક સુધારો થાય તો ૭૦ ગામોમાં જળક્રાંતિ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભાર્થીઓને લાભ ક્યારે મળશે, તાલુકા વિસ્તારના રોડ રસ્તાઓ સારા બનાવો – ગોકુળભાઈ આલ
હરેશ પવાર
સિહોર તાલુકાના જળાશયોનો સૌની યોજનામાં સમાવેશ કરવા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લાભાર્થોને આપવા અને તાલુકાના કેટલાક માર્ગ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ આકરા મૂડમાં દેખાઈ છે બધી જ સમસ્યાઓના સોલ્યુશન માટે તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગોકુળભાઈ આલે માંગ સાથે રજુઆત કરી છે બોરતળાવમાં સૌની યોજના નીચે નર્મદાના નીર ઠાલવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ લાઈનના રૂટમાં આંશિક સુધારો, બદલાવ કરવામાં આવે તો સિહોર તાલુકાના ૭૦ ગામોમાં પણ જળક્રાંતિ સર્જાઈ શકે તેમ છે, તેમજ ૧૫ જેટલા ડેમમાં પાણી ભરવામાં આવે તો પાણીના તળ ઉંચા આવી શકે.
નર્મદાના નીરને ભાવનગર જિલ્લાના જળાશયો સુધી લાવવા તબ્બકાવાર કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં શેત્રુંજી ડેમમાં પાણી ઠાલવ્યા બાદ બીજા તબ્બકામાં રંઘોળાથી નાખવામાં આવતી લાઈનમાં થોડો ફેરફાર કરવામાં આવે તો સાંઢીડા મહાદેવ ડેમ, ચોરવડલાનો ડેમ, રામધરી-૧, રામધરી-૨નો ડેમ, આંબલા ડેમ, એકલ્યાનો ડેમ, પાંચવડાનો ડેમ ત્યાંથી લઈને આગળ જતા સોનગઢનો ડેમ, મોટા સૂરકાનો ડેમ-૧ અને ડેમ-૨, ગૌતમેશ્વર તેમજ રાજપરા ખોડિયાર ડેમને લાભ મળી શકે છે બોરતળાવ સુધી લાવી શકાય તેમ છે આ રૃટ મુજબ લાઈન નાખવામાં આવે તો આસપાસમાં ૭૦ ગામોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
સિહોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો લાભ લાભાર્થીઓને લાભ આપવા યોજનોનો લાભ લેવા લોકો આતુરતાથી રાહ જોઈ રહયા છે જેથી આ બાબતે તાકીદે યોગ્ય કરવા જ્યારે સિહોર તાલુકાને જોડતો ટાણા રોડ સણોસરા ધોળા રોડ તેમજ ભૂતિયાથી સવેરડી રોડને તાકીદે નવો બનાવી યોગ્ય કરવા સિહોર તાલુકા પ્રમુખ ગોકુળભાઈ આલે ઘટતું કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરી છે.