સિહોરના દેવગાણા શાળા ખાતે વિધાર્થી બાળકો દ્વારા કસરત

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના દેવગાણા ની જ્ઞાનયજ્ઞ શાળા માં શિયાળા ની શીતલ ઠંડી માં કસરત કાર્યકમ યોજાયો હતો આ કાર્યક્રમ માં શાળા ના દરેક બાળકો જોડાયા હતા.શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી પાયલબેન પરમાર ના સમગ્ર માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં બાળકો એ કસરત ના વિવિધ દાવ ઉપરાંત સૂર્ય નમસ્કાર કર્યા હતા ત્યારબાદ વિવિધ આસનો પણ કર્યા હતા. શાળા ના શિક્ષકો એ વ્યાયામ નું મહત્વ સમજાવ્યું હતું તેમજ વ્યાયામ થી થતાં ફાયદાઓ વિશે પણ સમજ આપી હતી. આ કાર્યકમ ને સફળ બનાવવા શાળા ના જનરલ ડાયરેક્ટર વિપુલભાઈ એચ દવે, શાળા ના આચાર્ય શ્રી વિપુલભાઈ એલ રમણા, શાળા ના શિક્ષક શ્રી અલ્પાબેન ચૌહાણ, સેજલબેન ચૌહાણ અને સેજલબેન કાઠિયા એ ખાસ મહત્વ ની ભૂમિકા ભજવી હતી છેલ્લે વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here