આજે શિયાળો છે આવતીકાલે ઉનાળો આવશે પાણી બચાવો પાણી આપને બચાવશે, પાણી સપ્લાય સમયે બેફામ પાણી વેડફાટ થતું હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકનું કહેવું છે
હરેશ પવાર
હાલમાં શિયાળાના ઉત્તરાર્ધના દિવસો ચાલી રહ્યા છે અને સિહોરમાં ભરશિયાળે પાણી સપ્લાય સમયે વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે પાણી બચાવો પાણી આપને બચાવશે સિહોર શહેરના ખાડીયા ચોક વિસ્તારમાં પાણી સપ્લાય સમયે પાણીનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે આજે શિયાળો છે આવતીકાલે ઉનાળો હશે જેથી પાણીનો વેડફાટ ઓછો કરવા અમારી પણ વિન્નતી છે કારણકે પછી તંત્રની ચેમ્બરોમાં જઈને દેકારા પડકારા અને હોહા ન કરવા પડે જેથી પાણી બચાવવુ જરૂરી છે