નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી દ્વારા ગઈકાલે પોલીયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો, પોલીયો રસી ઝુંબેશમાં આરોગ્ય વિભાગની ૩૩ થી વધુ ટીમો જોડાઈ, બાળકોને ઘરે જઈ રસી પીવડાવાશે, આવતીકાલે છેલ્લો દિવસ
બ્રિજેશ ગૌસ્વામી
નેશનલ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન ડે દરમ્યાન ગઇકાલે રવિવાર ના રોજ સિહોર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૩૩ બુથો ઉપરથી સિહોર શહેર તાલુકાના ૭ હજારથી વધુ બાળકોને પોલીયો રસીના બે બુંદ અપાયા હતા. પોલીયો રવિવારે આ રસીકરણની ઝુંબેશનો પ્રારંભ સિહોર નગરપાલિકા પ્રમુખએ અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કરાવ્યો હતો રાજ્યભરમાંથી પોલીયો નાબુદી માટે રાજ્યસરકાર પ્રતિબદ્ધ છે અને પોલીયો અભિયાન થકી રાજ્ય અને દેશને પોલીયો મુક્ત બનાવવા વિનામૂલ્યે નાના બાળકોને ખાસ પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરી રહી છે “દો બુંદ જીંદગી કી” ના શીર્ષક હેઠળ દેશભરમાંથી પોલીયો નાબુદી અભિયાન સરકારે હાથ ધર્યું હતું.
પોલીયો નો એક પણ કેસ આવનારા સમયમાં દેશમાં ના નોંધાય તે માટે સરકાર વિનામૂલ્યે પોલીયો અભિયાન હાથ ધરી રહ્યું છે ત્યારે પોલીયો અભિયાન-૨૦૨૦ નો ગઈકાલે અભિયાનનો પ્રારંભ સિહોર નગરપાલિકા નગરપતિ દીપ્તિબેન ત્રિવેદીએ શહેરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર એક બાળકને રસી પીવડાવી કરાવ્યો હતો આ પ્રસંગ સિહોરના જયેશભાઈ વંકાણી તેમજ પૂજાબા ગોહિલ અને હરેશ પવાર હાજર રહ્યા હતા સમગ્ર તાલુકામાં આરોગ્ય વિભાગની ૩૩ ટીમોના ૧૩૫ કર્મી.ઓ દ્વારા ૦ થી ૫ વર્ષ ૭ હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી હતી.
વધુ કોઈપણ બાળક આ રોગનો ભોગ ના બને તે માટે તમામ વાલીઓને પોતાના બાળકોને પોલીયો નું રસીકરણ કરાવવા અનુરોધ કર્યો છે. રાજ્યસરકારના પોલીયો અભિયાનને લોકો ખુબ સારી રીતે સપોર્ટ કરી પોતાના બાળકોને પોલીયો મુક્ત બનાવી રહ્યા છે ત્યારે લોકોની આ જાગૃતિ આવનારા સમયમાં ચોક્કસ પોલીયો મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરશે.