સિહોર અભ્યમ 181 મહિલા એ કરાવ્યું માં અને બાળકનું મિલન

હરેશ પવાર
સિહોર અભ્યમ 181 મહિલા એ માં અને બાળકનું મિલન કરાવ્યું છે મહુવા તાલુકાના એક ગામમાં એક પીડિત મહિલા નું છ માસનું બાળક તેમના સાસરિવાળા આપવા માટે હાનકાની કરતા હતા તેમજ પીડિત મહિલાને પણ સાસરિયે તેડી જતા ન હતા. જેને લઈને પીડિત સિહોર મહિલ 181 અભ્યમ ને મદદ માટે ફોન કરતા અભ્યમ ટીમના કાઉન્સેલર સરવૈયા વૈશાલી, કોન્સ્ટેબલ ઉર્વીબહેન તેમની ટિમ સાથે મહિલાના સાસરિયે પહોંચી ગયા હતા. ત્યાં તેમના સાસરિયાં વાળા સાથે વાતચિત કરીને કાઉન્સેલિંગ દ્વારા સમજાવીને એક વર્ષ બાદ મહિલાને તેનું બાળક પરત મળતા અભ્યમ ટીમનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here