સિહોર ૧૮૧ ને મળ્યો કોલ..પછી કઈ રીતે સમગ્ર ઘટનામાં ટાઢું પાણી રેડી દઈને એક પરિવારને ઉજડતા બચાવી લીધો..વાંચો

દર્શન જોશી
રાજ્યમાં કોરોના વોરિયર્સ પણ પોતાનું જોમ બતાવીને કોરોના સામે લડી રહ્યા છે. એમ જ રાજ્યમાં ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન પણ આવા કટોટકીના સમયમાં પીડિતાનાઓ માટે હાજર રહીને કામ કરી રહી છે.પીડિતાના પતિએ તેમના પર શારીરિક માનસિક ત્રાસ ગુજારતા પીડીતાએ ગઈકાલે રાત્રે ઝગડો થતા પોતાની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં ફોન કરીને પોતાને આ ત્રાસ માંથી છોડાવા માટે મદદ માંગી હતી. પીડિતાનો કોલ આવતાની સાથે સિહોર ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટિમ તેમની મદદ માટે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી.

ત્યાં પીડિતા ના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળતી માહીતી પ્રમાણે પીડિતાના લગ્નને પંદર વર્ષ થયાં છે.સંતાનોમાં એક દીકરી એક દીકરો અને સાથે સાસુ રહે છે. પીડિતાને શુક્રવારનો ઉપવાસ હોવાથી ફરાળ બનાવેલ તથા સાસુ માટે રોટલી બનાવેલ નહિ જેને લઈને પીડિતાના પતિ ઉશ્કેરાઈને પીડિતા સાથે ઝઘડો કરવા લાગેલ. આ ઝઘડામાં પીડિતા પતિ સામે બોલતા પતિએ ગુસ્સામાં આવી ખાંડણી નો દસ્તો પીડિતાના પગ ઉપર મારેલ. પીડિતાને પગમાં વાગતા તેમના સાસુને અપશબ્દો બોલવા લાગેલ. આ સાંભળી તેમના સાસુ ત્યાંથી જતા રહેલ. તેથી પીડિતા પોતાના પતિના મારથી બચવા પોતાને રૂમમાં બંધ કરી ૧૮૧માં કોલ કરેલ.

સિહોર ૧૮૧ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી તે દરમ્યાન તેમના પતિ ગાડી જોઈને ત્યાંથી ફરાર થઈ ગયેલ. પીડિતા પાસેથી તેમના પતિનો નંબર લઈ ફોન કરી તેમને ઘરે બોલાવેલ. પીડિતાના પતિને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ પ્રમાણે હાથ ઉપાડવો તે ગુન્હો છે તેથી હાથ ન ઉપાડવા સમજાવેલા તથા ૪૯૮-એ તથા ભરણ પોષણ કલમ ૧૨૫ ઘરેલુ હિંસા વગેરે જેવી કલમો પીડિતા તેમના વિરુદ્ધ કેસ કરે તો તેમની ઉપર બધી કલમો લાગુ પડી શકે તેથી વાત થાળે પડતા પીડિતાના પતિએ ફરી આવું નહિ થાય તેની ખાત્રી આપી છે તથા તેમનું કહેવું હતું.

પીડિતા અપશબ્દો ન બોલે તે સમજાવાનું કહેલ તેથી પીડિતાને પણ અપશબ્દો ન બોલવા સમજાવેલ. લાંબા કાઉન્સેલિંગ બાદ ઝઘડો શાંત પાડીને સમાધાન થઈ જતા પીડિતાને આગળ કોઈ કાર્યવાહી કરાવી ન હતી જેને લઈને બંને પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ ગયેલ.સિહોરની અભ્યમ ટિમ દ્વારા એક મધ્યમ પરિવાર ઉજડતા બચાવી લીધો હતો. અહીં કામમાં અભ્યમ ટીમના કાઉન્સેલર શિલ્પા પરમાર, કોન્સ્ટેબલ આરતીબા અને પાયલોટ પ્રકાશભાઈ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here