સમગ્ર જિલ્લામાં સિહોર ૧૮૧ ટિમની કામગીરી સૌથી મોખરે રહી છે, અહીં અભિનંદન આપવા ઘટે કાઉન્સિલર શિલ્પાબેન પરમારને..
સલીમ બરફવાળા સમગ્ર જિલ્લામાં સિહોર ૧૮૧ ટીમની કામગીરી સૌથી મોખરે રહી છે સિહોર ૧૮૧ ટીમના પાયલોટ પ્રકાશભાઈ કાઉન્સિલર પરમાર શિલ્યાબેન સહિત સ્ટાફની કામગીરી નોંધનીય રહી છે છેલ્લા થોડા દિવસોમાં કેટલાક એવા કેસો છે.
જેના એકબીજા પરિવારોને સુખદ સમાધાનના માર્ગો કાઢ્યા છે મહુવા તાલુકાનું મોટી જાગધાર ગામ અને ત્યાંની પીડિત પરણિત મહિલા છેલ્લા દોઢ મહિનાથી સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળી બે બાળકીઓ સાથે પિયરના જતી રહી હતી.
પરણિત મહિલાને ત્રણ બાળકીઓ હતી જેમાં મોટી દીકરીની ઉ.૪ બીજી દીકરીની ઉ.૨.૫ અને ત્રીજી દીકરીની ઉ.૧.૫ માસની હતી પીડિત મહિલા બે દીકરીઓ સાથે પોતાના પિયરમાં રહેતી હતી તે દરમિયાન આજરોજ તેમના પતિ ઝગડો કરી મારમારીને તેમની પત્ની પાસેથી પતિ બે બાળકી પૈકી એક ૨.૫ વર્ષની રહેલી દીકરી સાસરિયામાં લઈ ગયેલ જોકે પીડિત મહિલા બાળકીને લેવા માટે સાસરિયામાં જતા પીડિતાને ઘરમાં પણ અંદર પ્રવેશ પણ ન આપતા પીડિત મહિલાએ મદદ માટે ૧૮૧ નો સંપર્ક કર્યો હતો..
જેના પગલે સિહોર ૧૮૧ ટીમના પાયલોટ પ્રકાશભાઈ અને કાઉન્સિલર શિલ્પાબેન પરમાર તાબડતોબ ઘટના સ્થળે પોહચી બન્ને પરિવારોને સલાહ સુચન અને માર્ગદર્શન આપી સુખદ સમાધાન લાવીને પીડિત પરણિતાને ૨.૫ વર્ષની બાળકી સાસરિયા પક્ષ પાસેથી પરત મેળવી દીધી હતી ત્યારે સમગ્ર જિલ્લામાં સિહોર ૧૮૧ ની કામગીરી નોંધનીય રહી છે.