સિહોર ૧૮૧ અભ્રયમ મહિલા હેલ્પ લાઈન ટીમે ગેરકાયદેસર લગ્ન અટકાવ્યા..

હરીશ પવાર
સિહોર ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પ લાઈન ટીમે મોદા ગામે ગેરકાયદેસર લગ્ન અટકાવ્યા છે મહુવા તાલુકાના મોદા ગામમાં પિડીત મહિલાના પતિ પોતાની પત્ની ને છુટાછેડા આપ્યા વગર બીજી સ્ત્રી સાથે લગ્ન કરતા હોવાની જાણ થતાની સાથે જ પિડીત મહિલા એ ૧૮૧ મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી મદદ માંગી હતી પિડીત મહિલાનો કોલ આવતાની સાથે જ સિહોર ૧૮૧ ની વાન સિહોર થી મહુવા રવાના થયેલ અને મોદા ગામે સ્થળ પર પોહચી ને પોલીસની મદદથી સમજદારી પૂર્વક ગેરકાયદેસર લગ્ન થતા અટકાવ્યા હતા સિહોર ૧૮૧ અભ્રયમ ટિમના કાઉન્સેલર શિલ્પાબેન પરમાર, પાયલોટ પ્રકાશભાઈ ડાભી અને કોન્સ્ટેબલ વિભુતીબેન અને ટીમે જહેમત ઉઠાવી હતી તેમજ ખુંટવડા પોલીસ મથકનો ઓન સહયોગ મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here