વેબીનાર દ્વારા વિવિધ વિષયો ઉપર નિષ્ણાતો દ્વારા અપાઈ રહી છે સચોટ માહિતી

સલીમ બરફવાળા
રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવું રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સિહોર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દસમા દિવસે મહિલા બાળ પોષણ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાતના દરેક જિલ્લા માંથી ગામડાની મહિલાઓ ને વેબીનાર ના માધ્યમથી જોડવામાં આવેલ. જેમાં સિહોર તાલુકાના નાના સુરકા ગામે મહિલાઓ ને પ્રોગ્રામમાં જોડવામાં આવેલ હતા. આ વેબીનારમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વિભાવરીબહેન દવે દ્વારા મહિલાઓ પોતાના અને બાળકોના પોષણ બાબતે વિશેષ માર્ગદર્શન આપેલ હતું.

સામાજિક વ્યવસાયિક શૈક્ષણિક વગેરે ક્ષેત્રે મહિલાઓ અગ્રેસર કરે તે માટેની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન સેવા ગુજરાત ની મહિલાઓ માટે આશીર્વાદ રૂપ ગણાવી હતી અને ૧૮૧ ના કાઉન્સેલરો ની કામગીરી ને બિરદાવી હતી.આ સાથે અન્ય એક વેબીનાર નું આયોજન ૧૮૧ મહિલા હેલ્પલાઈનન દ્વારા કરવામાં આવેલ. જેમાં ગુજરાત ના બેટી બચાવો અભિયાન ના બ્રાન્ડ એમ્બેસેડર અને એશિયન ગેમ્સ ૨૦૧૮ ના સુવર્ણ ચંદ્રક વિજેતા કુમારી સરિતાબેન ગાયકવાડ દ્વારા પોષણના મહત્વ બાબતે અને શરીર ના ફિટનેસ માટે રોજિંદા ખોરાક અને કસરત ઉપર વિશેષ માર્ગદર્શન આપેલ અને મહિલાઓ ને આગળ વધવા ૧૮૧ કાઉન્સીલર સરવૈયા વૈશાલી અને મહિલા કોન્સ્ટેબલ આરતીબા ગોહિલે પ્રોત્સાહન પૂરું પાડેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here