ગઈકાલે દિકરી દિવસની ઉજવણી નિમિતે નવજાત દિકરીને પુષ્પ આપી શુભેચ્છા આપી

સલીમ બરફવાળા
આજ ના સમયમાં મહિલાઓને આગળ વધારવા તેમજ સશક્ત બનાવવા માટે થઈને સરકાર અનેક કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ માટેના અવનવા કાર્યકમો કરી રહી છે. સરકાર દ્વારા મહિલાઓ ને સશક્ત બનાવવા માટે થઈને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરી રહ્યા છે. ગઈકાલે સિહોર ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર શિલ્પાબહેન પરમાર, વૈશાલિબહેન સરવૈયાઅને પાયલોટ પ્રકાશભાઈ ડાભી દ્વારા ૨ ઓગષ્ટના દિવસે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દિકરી જન્મની ઉજવણી કરવા.

સિહોર સરકારી દવાખાનામાં ગઇકાલે જન્મેલી દિકરીના પરિવારને શુભેચ્છા આપી અને દિકરીને પુષ્પગુચ્છ આપીને દિકરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં જીવીકે ઇએમઆરઆઈ ની ખીલખીલાટ ના લાલા ભાઈ દેસાઈ અને ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મી ઓ ર્ડો.ભરતસિંહ પરમાર સુરેશભાઈ કોરડીયાપણ જોડાયા હતા અને દિકરી જન્મની ઉજવણી કરી લોકોમાં સંદેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here