શંખનાદ દ્વારા મંગળવારના દિવસે તંત્રના કાને સમસ્યાના નિરાકરણ માટે અહેવાલ રજૂ કર્યો હતો..ગઈકાલ બુધવારથી જ કામગીરીને શરૂ કરવામા આવી..ખાડાઓની સમસ્યા માંથી લોકોને મુક્તિ મળશે

 

હરેશ પવાર
સિહોરના રેસ્ટ હાઉસ નજીક બન્ને બાજુ છેલ્લા ઘણા દિવસોથી ખાડાઓ કરવામાં આવ્યા છે જેને લઈ અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી હતી કોઈ નિર્દોષ માણસ મોતને ભેટે તે પહેલાં તંત્ર ખાડાઓ બુરે અને યોગ્ય કામગીરી કરે તે અહેવાલ શંખનાદ દ્વારા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો બીજા દિવસે બુધવારે ઉચ્ચ અધિકારીઓના આદેશના પગલે તંત્ર દ્વારા કરેલા ખાડાઓમાં તાત્કાલિક કામગીરી કરી ને બુરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી રેસ્ટ હાઉસની બન્ને બાજુ ખાડાઓ કરવાથી વાહન ચાલકોને ખૂબ અગવડ પડી રહી હતી ખાસ કરીને અહીં શાળા કોલેજો આવેલી છે.

ત્યારે ખાડાઓના કારણે અહીંથી પસાર થતા વિધાર્થીઓ અકસ્માતને ભેટે તેવી દહેશત જોવા મળતી હતી તંત્ર દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ખાડાઓ કરીને રાખી દેવાયા હતા જે સમગ્ર બાબત મંગળવારના દિવસે શંખનાદ દ્વારા પ્રજાલક્ષી ટકોર કરવામાં આવી હતી અને કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ કરેલા ખાડાઓમાં ન લેવાય તેવી લોકોની માંગ તંત્ર સુધી પોહચાડવાનો પ્રયાસ કર્યો હતો તંત્ર દ્વારા બીજા દિવસે બુધવારે જ ખાડાઓને જે કામગીરી માટે કરવામાં આવ્યા છે તેની તાકીદ કરીને હાઇવે પરના કરેલા ખાડાઓ બુરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને રાહત મળશે તે નક્કી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here