આઝાદ ભારતના સિહોરની આ પણ એક ઝલક
દેવરાજ બુધેલીયા
રવિવારે ૨૬ જાન્યુઆરી પર્વની ઉજવણી સિહોર સાથે સમગ્ર દેશમાં આન બાન અને શાન થી થશે જે પૂર્વે સિહોર સાથેના હાઇવેના માર્ગો પર તિરંગા ઝંડીઓનું વેચાણ થઈ રહી છે આવી ઝંડી વેચનારના બાળકો પણ પોતાના વાલીઓ સાથે ઝંડીઓ પકડી ઉભા હોઈ છે આવા જ માસૂમ બાળકો નાના નાના હાથમાં ઝંડીઓ પકડી માર્ગની સાઈડની સૌ કોઈને નજરે ચડે છે શાળામાં ભણતા બાળકો પ્રજાસત્તાક પર્વે હાથમાં તિરંગા ઝંડી પકડી જન ગણ મન ગીત સહિત રાષ્ટ્રભક્તિના ગીતો ગાશે પરંતુ આ માસૂમ બાળકને મન તો હાથમાં પકડેલ તિરંગા ઝંડી ધજા સિવાય કોઈ ગણતા નથી આવા ગરીબના ખંભે જ્યારે અભ્યાસનું દફતર હશે ત્યારે જ સાચી આઝાદી ગણાશે.