સિહોર વિદ્યામંજરી ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૩મી જન્મજયંતીની ઉજવણી લઈ વિવિધ કાર્યક્રમો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે આજે ગુરૂવારનાં રોજ સુભાષચંદ્ર બોઝની ૧૨૩મી જ્ન્મજયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સુભાષચંદ્ર બોઝ વિશે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું.સુભાષચંદ્ર બોઝનાં સુવિચારો તેમજ તેને લગતા ચિત્રોનું બુલેટીન તૈયાર કરવામાં આવ્યુ હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સુભાષચંદ્ર બોઝનાં નારાઓ ગુંજતા કરાયા હતા. આમ સુભાષચંદ્ર બોઝની ૧૨૩મી જન્મજયંતીની ઊજવણી શાળા ખાતે ખૂબ જ સુંદર રીતે આયોજીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.