ચીફ ઓફિસરની ગેરહાજરીમાં ટેન્ડરો ખુલ્યા, નગરપાલિકા જનરલ બોર્ડે કોઈપણ પ્રકારના આવા ટેન્ડરો કરવાની મંજૂરી ન આપી હોવા છતાં વાર્ષિક કામોના ટેન્ડરો મંગાવાયા – મુકેશ જાની

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકામાં છેલ્લા બે દિવસથી ટેન્ડરોનો મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે વિકાસ નામે અલગ અલગ વાર્ષિક કામોના મંગાવામાં આવેલા વાર્ષિક ટેન્ડરો ખુલતા કેટલાક ભાજપના નગરસેવકોના ટેન્ડરો કોરા નીકળતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જોકે પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી અને દીપશંગભાઈ ની સૂઝબુઝના કારણે હાલ પૂરતા ટેન્ડરો અટકાવી દેવાયા હોવાની જાણકારી મળી છે આ મામલે વિપક્ષના સભ્ય મુકેશ જાનીએ રોષ વ્યકત કરીને જણાવ્યું હતું કે નગરપાલિકામાં પ્રજાના મતે ચૂંટાઈ ને આવતા સભ્યો લોકસેવા માટે સામાજિક કાર્યકરના હેતુથી આવતા હોય છે પરંતુ હાલમાં જે નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો છે તે ભષ્ટાચાર અને ધંધો કરવા માટે જ આવે છે.

અવાર નવાર આ પ્રકારના બનાવો બને છે નગરપાલિકા પ્રમુખની ચેમ્બર સનગ્લાસથી બનેલી છે અંદર શુ રંધાતુ હોઈ તે બહારના વ્યક્તિને ખબર ન પડે લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટરો મળતા હોય છે જે પાલિકામા ચૂંટાઈને ધંધો કરવા આવે છે તે કોરા ટેન્ડરો નાખી પછી સાંઠગાંઠથી નીચા ભાવો લખીને કોન્ટ્રાક્ટ રાખતા હોય છે જનરલ બોર્ડ દ્વારા આ પ્રકારના કોઈ ટેન્ડરો મંગાવાયા નથી ટેન્ડરો ખુલવાના સમયે મુખ્ય અધિકારી ચિફઓફિસરની પણ ગેરહાજરી હોવાનું મુકેશ જાનીએ જણાવ્યું હતું ત્યારે સિહોરમાં નગરસેવકો કોન્ટ્રાકટરો બન્યા છે બે દિવસ પહેલા પાલિકા કચેરીએ ખુલ્લેલા વાર્ષિક કોન્ટ્રાક્ટના ટેન્ડરો કોરા નીકળતા સમગ્ર મામલે ભારે ચકચાર જાગી છે.

સમગ્ર મામલો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે સમગ્ર બાબત ઉચ્ચકક્ષા સુધી પોહચી હોવાની જાણકારી મળી રહી છે સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ અને જાગૃત નગરસેવક દીપાભાઈ દ્વારા ટેન્ડર પ્રક્રિયા રોકી દેવાઈ છે આ મામલે વિપક્ષ પણ મેદાને પડ્યો છે ટેન્ડર પ્રક્રિયા મામલો નગરપાલિકામાં છેલ્લા ત્રણ દિવસથી ગુંચવાયેલો છે મહત્વની બાબતની એ છે પ્રથમ ટેન્ડર બાબતે જનરલ બોર્ડની મંજૂરી લેવાઈ નથી બીજી તરફ ચિફઓફિસરની સૂચક ગેરહાજરી અને સરકાર માન્ય ટેન્ડરમાં ભાવો આવ્યા હોવા છતાં ટેન્ડરો રદ કરવાની પાછળ કઈ રંધાયું રહ્યું હોવાની વાત પણ સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here