આવતીકાલે વલ્લભીપુર ખાતે અમિત ચાવડાનો સંવાદ કાર્યક્રમ, સિહોર ખાતે સોમવારે સંવાદ કાર્યક્રમ યોજાવવાનો હતો તે અચાનક રદ કરવામાં આવ્યો – સિહોર માટે હવે ફરી સંવાદ કાર્યક્રમની નવી તારીખ જાહેર થશે

મિલન કુવાડિયા
આવતીકાલે તા ૨૬ ના રોજ વલ્લભીપુર ખાતે અમિત ચાવડાની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજશે જ્યારે સિહોર ખાતે તા..૨૭ સોમવારના રોજ કોંગ્રેસનો સંવાદ કાર્યક્રમ યોજાવવાનો હતો તે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા સમગ્ર રાજ્યના સંવાદ કાર્યક્રમ કરી રહ્યા છે અગાઉ ગત સપ્તાહે જિલ્લામાં પરેશ ધાનાણીની હાજરીમાં ગારીયાધાર પાલીતાણા ઘોઘા ભાવનગર વરતેજ ખાતે સંવાદ કાર્યક્રમનું જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું અને આવતીકાલે વલ્લભીપુર ખાતે અમિત ચાવડાની હાજરીમાં સંવાદ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

જ્યારે સોમવારે તા..૨૭ ના રોજ સિહોરના વળાવડ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અમિત ચાવડા હાજરી આપવાના હતા કાર્યક્રમને લઈ સ્થાનિક સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મિટિંગો બેઠકોનો દોર શરૂ કરાયો હતો કાર્યક્રમને લઈ વળાવડ ગામે તૈયારીઓ પણ આરંભી દેવાઈ હતી દરેક કાર્યકરોને સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા અનુરોધ પણ કરાયો હતો અચાનક ગઇરાત્રીના ૯.૩૦ આસપાસ સિહોર તાલુકા પ્રમુખ ગોકુળભાઈ આલ દ્વારા કાર્યક્રમ રદ થયાનો મેસેજ વોટ્સએપમાં મુકવામાં આવ્યો હતો અને જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને દિલ્લી જવાનું તેંડુ આવ્યું હોવાનો ઉલ્લેખ હતો.

આ સંદર્ભે શંખનાદ દ્વારા સંવાદ કાર્યક્રમ રદ થયાના સમાચારોને કન્ફર્મ કરવા ગોકુળભાઈ આલનો સંપર્ક સાંધ્યો હતો જેઓએ કાર્યક્રમ રદ થયાને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાને દિલ્લી જવાનું હોવાથી હાલ પૂરતું સંવાદ કાર્યક્રમને મુલત્વી રાખવામાં આવે છે જ્યારે હવે પછી સંવાદ કાર્યક્રમ માટે નવી તારીખો જાહેર કરવામાં આવશે નું એક વાતચિતમાં સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોકુળભાઈ આલે જણાવ્યું હતું જોકે આવતીકાલે વલ્લભીપુર ખાતે સંવાદ કાર્યક્રમમાં અમિત ચાવડા હાજરી આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here