તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બુઢણા ખાતે, સિહોરની અનેક સંસ્થાઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આયોજન, દેશભક્તિના અનેકવિધ કાર્યક્રમો

તાલુકા કક્ષાના કાર્યક્રમ બુઢણા ખાતે નાયબ કલેકટર રાજેશ ચૌહાણના હસ્તે ધ્વજવંદન થશે જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દીપ્તિબેન ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન

હરીશ પવાર
આવતીકાલે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે સિહોર સહિત પંથકમાં પ્રજાસતાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે અને તાલુકા કક્ષા કાર્યક્રમનું બુઢણા ખાતે આયોજન કરાયું છે જેમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાશે અને સાંસ્કૃતિક સાથે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ભારતના ૭૧ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રવિવારે સવારે ૯ કલાકે સિહોરના બુઢણા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.

જેમાં સિહોરના નાયબ કલેકટર રાજેશ ચૌહાણના વરદહસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સવારે ૮.૫૫ કલાકે નાયબ કલેકટર રાજેશ ચૌહાણનું ધ્વજવંદન ના સ્થળે આગમન થશે અને ૯ કલાકે ધ્વજવંદન કરશે પરેડ સલામી અને નિરીક્ષણ કરશે પ્રાસંગિક પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સિહોરના મામલદાર નિનામાં તેમજ તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે જ્યારે આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

જ્યારે સિહોરના પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદીના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધ્વજવંદન કરાશે જ્યારે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરાયુ છે ત્યારે આવતીકાલે સિહોર સાથે પંથકમાં આન-બાન-શાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here