નગરપતિ પ્રથમ નાગરિક પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરાયું, સંસ્થા દ્વારા વિધાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરાયા, પર્વે એલડીમુનિ ખાતે અનેક કાર્યક્રમો યોજાયા

– ગૌતમ જાદવ – દેવરાજ બુધેલીયા
સિહોરની નામાંકિત સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ અને એલડીમુની સ્કૂલ સંસ્થા ખાતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નગરપાલિકા પ્રમુખ નગરપતિ પ્રથમ નાગરિક દીપ્તિબેન ત્રિવેદીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું શાળાના પટાંગણ ગ્રાઉન્ડમાં બાળકો દ્વારા ભવ્ય સાંસકૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો કાર્યક્રમમાં અનેક દેશભક્તિ થીમ વિધાર્થી બાળકો દ્વારા રજૂ કરી હતી આ પ્રસંગે વિધાર્થીગણ શાળા આચાર્ય બાળકો તેમજ શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા જ્યારે એલડીમુની સ્કૂલ સંસ્થા ખાતે પણ ૭૧મો પ્રજાસત્તાક પર્વ રંગેચંગે ઉજવાયો હતો સંસ્થાના હજારો બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અહીં સ્થાનિક અધિકારીઓ નેતાઓ આગેવાનો અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા વિધાર્થીઓને ઇનામો આપીને સંસ્થા દ્વારા સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here