જમીઅતે ઉલમાંએ હિન્દ સિહોર અને હમઝા સ્કૂલ આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી, બાળકોએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

યાસીન ગુંદીગરા
સિહોર શહેર ખાતે ૭૧મો પ્રજાસત્તાક પર્વે એખલાસ અને ભાઈચારા દેશભક્તિના ગુંજરાવ સાથે રંગે ચંગે ઉજવાયો છે જમીઅતે ઉલમાંએ હિન્દ સિહોર અને હમઝા સ્કૂલ ખાતે ૭૧મો પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હજારો લોકોએ રાષ્ટ્ધ્વજને સલામી આપી હતી હમઝા સ્કૂલ ખાતે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો ખાસ કરીને જમીઅતે ઉલમાંએ હિન્દ સિહોર દ્રારા પ્રજાસત્તાક દીનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સિહોરમાં આવેલ વિવિધ વિસ્તારના મદ્રસાઓના બાળકો દ્રારા દેશ પ્રેમી પ્રોગ્રામો રજુ કરવામાં આવેલ અને આ પ્રોગ્રામ માં મુખ્ય મહેમાન તરીકે મુફની ઈલ્યાસ સોજીત્ર હાજર રહ્યા હતા તેમજ સિહોર શહેરના તમામ સમાજ ના પ્રમુખો આગેવાનો તેમજ સિહોર રાજકીય પ્રક્ષ અને અપક્ષના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌતમેશ્વર મહાદેવના મહંતશ્રી સ્વરૂપાનંદ સ્વામીએ પણ આ પર્વે હાજરી આપી હતી.

સાથે પ્રોગ્રામ ને સફળ બનાવવા જમીઅતે ઉલમાએ હિન્દનાં પ્રમુખ રસીદ અહમદ અને તેમના તમામ સાથીદારો અને ખાદીમો એ ખુબ સાહકાર આપ્યો હતો અને બોહળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમજ હમઝા સ્ફુલ ખાતે પણ રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here